મારી નાખવાની ધમકી
ખંભાળિયા તાલુકાના ભાડથર ગામે રહેતા હર્ષદભાઈ કાલિદાસભાઈ ગોંડલીયા નામના 42 વર્ષના યુવાનના પરિવારની એક સગીરાની આ જ ગામનો સમીર સલીમ સૈયદ નામનો શખ્સ અવારનવાર પીછો કરી અને છેડતી કરતો હતો. આ અંગે હર્ષદભાઈ તેમના અન્ય પરિવારજનોને સાથે રાખી અને ઉપરોક્ત શખ્સને છેડતી નહીં કરવા માટે સમજાવવા જતા આ બાબતનું મન દુઃખ રાખી અને આરોપી સમીર સલીમ સાથે ઇબ્રાહીમ ઉર્ફે ભોલો સલીમ સૈયદ, અજીત ઈબ્રાહીમ સૈયદ અને અમીર સલીમશા ફકીર નામના ચાર શખ્સોએ તેમને બીભત્સ ગાળો કાઢી અને લાકડાના ધોકા તથા રીક્ષાના સાયલેન્સર વડે હુમલો કર્યો હતો.
આમ, આરોપીઓ દ્વારા ફરિયાદી હર્ષદભાઈ તથા તેમની સાથે સાહેદ ધર્મેન્દ્રભાઈ અને પિયુષભાઈ પર હુમલો કરી, ફ્રેક્ચર સહિતની ઇજાઓ પહોંચાડી, જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હોવા અંગેની ફરિયાદના આધારે ખંભાળિયા પોલીસે ઉપરોક્ત ચારેય શખ્સો સામે ભારતીય ન્યાય સંહિતાની જુદી જુદી કલમ ઉપરાંત જી.પી. એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ હેડ કોન્સ્ટેબલ રોહિતભાઈ થાનકી દ્વારા હાથ ધરવામાં આવી છે.
યુવતી સાથે ધરાર સંબંધ રાખવા દબાણ કરી, દ્વારકાના શખ્સ દ્વારા છરીબાજી
દ્વારકામાં રહેતા હસીનાબેન નામની એક યુવતીના ઘરે ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ ખાતે રહેતી તેણીની બહેન પોતાના વતનથી આંટો મારવા આવી હતી. ત્યારે તેણીને ઘણા સમયથી મોબાઈલ પર ફોન કરતો રૂપેણ બંદર વિસ્તારમાં રહેતો સબીર ઈસ્માઈલ ભેસલીયા નામના શખ્સ દ્વારા મોબાઈલ ફોન તથા રૂબરૂમાં પરેશાન કરતા આ વચ્ચે શનિવાર તારીખ 8 ના રોજ બપોરના સમયે તેમજ સાંજના સમયે આરોપી સબીર દ્વારા અહીં આવેલી યુવતીને ફોન કર્યો હતો. જેથી તેની બહેન પાસેથી ફોન લઈને હસીનાબેને વાત કરી, તેણીને ફોન નહીં કરવાનો કહ્યું હતું.
આ બાબતે થયેલા ઝઘડા વચ્ચે યુવતીએ આરોપી સાથે કોઈપણ સંબંધ રાખવો નથી તેમ સ્પષ્ટ શબ્દોમાં ના કહી દેતા મોડી રાત્રીના આશરે સાડા દસેક વાગ્યાના સમયે ફરિયાદી યુવતીના ઘરે આરોપી સબીર આવ્યો હતો. અહીં આવેલા આરોપીએ તેણીના ઘરમાં પ્રવેશ કરી અને હસીનાબેનને કહેલ કે "તારે મારી સાથે સંબંધ ન રાખવો હોય તો કાંઈ નહીં પરંતુ તેની બહેન સાથે પોતાનો સંબંધ કરાવી આપ"- આમ કહીને તેની સાથે બળજબરી એને ઝપાઝપી કરી હતી.
આ રીતે આરોપીએ બોલાચાલી કરી અને પોતાની પાસે રહેલી છરી કાઢી અને જાનથી મારી નાખવાના ઈરાદાથી હસીનાબેન પર છરી વડે હુમલો કરી, ઈજાઓ પહોંચાડી હતી. અને જો હજુ ફરિયાદી હસીનાબેન તથા તેની બહેન તેની સાથે સંબંધ નહીં રાખે તો જાનથી મારી નાખવાની ધમકી પણ ઉચ્ચારી હોવાની ધોરણસર ફરિયાદ દ્વારકા પોલીસમાં નોંધવામાં આવી છે. જે અંગે પોલીસે આરોપી સબીર ભેસલીયા સામે બી.એન.એસ. તેમજ જી.પી. એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ પી.એસ.આઈ. ટી.ડી ચુડાસમા દ્વારા હાથ ધરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On ApplicationIPL 2025: ગુજરાતે કલકત્તાને 39 રને હરાવ્યું, શુભમન ગિલ રહ્યો મેચનો હીરો
April 21, 2025 11:38 PMરાજકોટમાં SOGનો સપાટો: શાસ્ત્રીમેદાનમાંથી ગાંજાના મોટા જથ્થા સાથે બે આરોપી ઝડપાયા
April 21, 2025 09:18 PMICICI, HDFC થી લઈને YES બેંક સુધી; કઈ બેંકમાં મળી રહ્યું છે સૌથી વધુ વ્યાજ?
April 21, 2025 08:43 PMસુરતમાં નકલી હેડ એન્ડ સોલ્ડર શેમ્પૂનું કૌભાંડ ઝડપાયું, 16 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત, 3ની ધરપકડ
April 21, 2025 08:37 PMગુજરાતમાં ગરમીનો પ્રકોપ યથાવત: રાજકોટ 42 ડિગ્રી સાથે સૌથી ગરમ, સાત શહેરોમાં 40ને પાર
April 21, 2025 08:34 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech