જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકા પાસે આવેલ ઉમિયાસાગર ડેમ ઓવરફ્લો થતાં ડેમના 6 દરવાજાને 0.9 ફૂટ ખોલવામાં આવ્યો છે. જેના હેઠવાસમાં આવતા રાજકોટ જિલ્લાના કેટલાક ગામના લોકોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે.
રાજકોટ જિલ્લાના આ ગામના લોકોને સાવચેત રહેવા સૂચના
રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના રબારીકા,હરિયાસણ, ચારેલીયા, ખારચીયા અને રાજપરા ગામના લોકોને સાવચેત રહેવા તથા ગામના લોકોને નદીના પટમાં અવર જવર ન કરવા જણાવવામાં આવ્યું છે.
કલ્યાણપુરને જોડતો રસ્તો બંધ થયો
આ ઉપરાંત દ્વારકા જીલ્લામાં પણ વરસાદ ખાબક્યો હતો. દ્વારકાના ચાચલાણા ગામે વરસાદી પાણી ભરાયાં હતા. કલ્યાણપુરને જોડતો રસ્તો બંધ થયો છે. બેઠાપુલ પર પાણી ફરી વળતા અવરજવર બંધ થઈ છે. ગામમાં લોકોના ઘરોમાં પાણી ઘુસ્યા છે. માલઢોર અને લોકોએ અન્ય સલામત જગ્યા પર સ્થળાંતર થવું પડ્યું છે. અમુક લોકો મકાનની છત પર બેસી દિવસ પસાર કરવા મજબૂર બન્યા હોવાનું સામે આવ્યું છે. અનેક વખત રજૂઆત છતા પુલ બાબતે કોઈ યોગ્ય ઉકેલ નથી આવી રહ્યો તેવી ફરિયાદ લોકો કરી રહ્યાં છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationમહારાષ્ટ્ર વિરારમાં રોકડ કૌભાંડ: ભાજપના ઉમેદવાર વિનોદ તાવડે વિરુદ્ધ રોકડ વહેંચણીનો આરોપ
November 19, 2024 07:07 PMબાગાયાત કચેરી જામનગર ખાતે કીચન ગાર્ડન બનાવવા રાહત દરે શાકભાજીના બિયારણ તથા સેન્દ્રીય ખાતરનું વિતરણ
November 19, 2024 06:18 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech