મહત્વાકાંક્ષાઓની માવજત સાથે શ્રેષ્ઠતાની ઉજવણી...!: આ સ્કોલરશીપ ભારતના વિકાસનું નેતૃત્ત્વ કરવા યુવાનોને સક્ષમ બનાવવાની રિલાયન્સ ફાઉન્ડેશનની મહત્વાકાંક્ષાનો એક ભાગ છે: ભારતભરમાં કોઈપણ સ્થળેથી પોતાના સંલગ્ન અંડરગ્રેજ્યુએટ અને પોસ્ટગ્રેજ્યુએટ અભ્યાસના પ્રથમ વર્ષમાં નોંધણી કરાવનારા વિદ્યાર્થીઓ પાસેથી અરજીઓ મંગાવાય છે: રૂ. 2 લાખ સુધીની 5000 મેરિટ-કમ-મીન્સ અંડરગ્રેજ્યુએટ સ્કોલરશીપ્સ અને દરેકને રૂ. 6 લાખ સુધીની 100 પોસ્ટગ્રેજ્યુએટ સ્કોલરશીપ ફોર એક્સેલન્સ: ·રિલાયન્સ ફાઉન્ડેશન સ્કોલરશીપમાં વિદ્યાર્થીની અભ્યાસ દરમિયાન વિદ્યાર્થીની મજબૂત ક્ષમતા નિર્માણના કાર્યક્રમનો સમાવેશ થાય છે: રિલાયન્સ ફાઉન્ડેશનની 10 વર્ષમાં 50,000 સ્કોલરશીપ આપવાની 2022ની નેમનો આ એક ભાગ છે
રિલાયન્સ ફાઉન્ડેશને ભારતભરમાંથી 5,100 તેજસ્વી અંડરગ્રેજ્યુએટ અને પોસ્ટગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓને શોધી કાઢવા, તેમને મદદરૂપ થવા અને માર્ગદર્શન આપવા શૈક્ષણિક વર્ષ 2024-25 માટે તેના પ્રતિષ્ઠિત સ્કોલરશીપ પ્રોગ્રામ હેઠળ અરજીઓ મેળવવાની જાહેરાત કરી છે.
રિલાયન્સ ફાઉન્ડેશન સ્કોલરશીપનો ઉદ્દેશ ઉત્કૃષ્ટતાની માવજત કરીને યુવાનોને ભારતની વિકાસગાથાની આગેવાની લેવા માટે સશક્ત બનાવવાનો છે. સાર્વત્રિક મદદ અને ઉદાર નાણાકીય અનુદાન થકી, આ સ્કોલરશીપ વિદ્યાર્થીઓને તેમની શૈક્ષણિક અને વ્યાવસાયિક આકાંક્ષાઓ પરિપૂર્ણ કરવામાં મદદરૂપ થાય છે. ફર્સ્ટ-યર અન્ડરગ્રેજ્યુએટ તેમજ ભારતભરની સંસ્થાઓમાંથી ફુલ-ટાઈમ રેગ્યુલર ડિગ્રી કોર્સમાં અભ્યાસ કરી રહેલા અનુસ્નાતક વિદ્યાર્થીઓ અરજી કરી શકશે.
રિલાયન્સ ફાઉન્ડેશન અંડરગ્રેજ્યુએટ સ્કોલરશીપ પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને સફળ વ્યાવસાયિક બનવાના તેમના સપનાંને સાકાર કરવા અને ભારતના ભાવિ સામાજિક-આર્થિક વિકાસમાં યોગદાન આપવાની તેમની ક્ષમતાને બહાર લાવવા સક્ષમ બનાવવાનો પ્રયાસ કરે છે. આ સ્કોલરશીપ મેરિટ-કમ-મીન્સ મુજબ 5,000 તેજસ્વી વિદ્યાર્થીઓને તેમના અંડરગ્રેજ્યુએટ કૉલેજ શિક્ષણ માટે એનાયત કરાશે, જેથી તેઓ આર્થિક બોજા વિના અભ્યાસ ચાલુ રાખી શકે.
રિલાયન્સ ફાઉન્ડેશન પોસ્ટગ્રેજ્યુએટ સ્કોલરશીપ અંતર્ગત ન્યૂ ઈન્ડિયાના નિર્માણમાં યોગદાન આપી શકે તેવા ઈજનેરી, ટેક્નોલોજી, એનર્જી અને લાઇફ સાયન્સમાં ફ્યુચર-રેડી કોર્સમાંથી 100 અસાધારણ તેજસ્વી વિદ્યાર્થીની પસંદગી કરાશે. તમામ સ્કોલપશીપ એકેડેમિક મેરિટ અને એપ્ટિટ્યૂડના આધારે અપાશે અને તેના હેઠળ ડિગ્રી પ્રોગ્રામ્સની અવધિને આવરી લેવાશે. જેઓ સમાજના ભલા માટે મોટું વિચારે છે, ગ્રીન અને ડિજિટલની ખેવના ધરાવે છે તેવી અસાધારણ પ્રતિભાને ઓળખીને તેને વિકસાવવા માટે આ પહેલ ડિઝાઈન કરાઈ છે.
રિલાયન્સ ફાઉન્ડેશન અંડરગ્રેજ્યુએટ વિદ્યાર્થીને રૂ. 2 લાખ સુધી અને પોસ્ટગ્રેજ્યુએટ વિદ્યાર્થીને રૂ. 6 લાખ સુધીની ગ્રાન્ટ ફાળવશે, અને સાથે કારકિર્દીમાં સલાહરૂપ થાય તેવા ઈન્ડસ્ટ્રી લીડર્સ અને નિષ્ણાતો સુધી પહોંચ તેમજ મેન્ટરશીપ પૂરી પાડશે. આ ઉપરાંત તે વર્કશોપ, સેમિનાર અને વિવિધ કાર્યક્રમો યોજીને વ્યાવસાયિક વિકાસ, લીડરશીપ વિકાસની તકો આપીને કૌશલ્યવર્ધન ઉપરાંત સેવા અને સમુદાયો સુધી પહોંચવાના પ્રોગ્રામ દ્વારા સામાજિક વિકાસમાં યોગદાન આપવા સમાજને જોડવાનું કામ કરશે.
બાળપણના ભણતરથી માંડીને ગુણવત્તાયુક્ત ઉચ્ચ શિક્ષણ સુધી શિક્ષણ જ રિલાયન્સ ફાઉન્ડેશનના હૃદયમાં કેન્દ્રસ્થાને રહ્યું છે. ડિસેમ્બર 2022માં રિલાયન્સના સ્થાપક-ચેરમેન શ્રી ધીરુભાઈ અંબાણીની 90મી જન્મજયંતિના અવસરે રિલાયન્સ ફાઉન્ડેશનના સ્થાપક અને ચેરપર્સન શ્રીમતી નીતા અંબાણીએ આગામી 10 વર્ષ માટે 50,000 સ્કોલરશીપની રિલાયન્સ ફાઉન્ડેશનની વધારાની વચનબદ્ધતાની ઘોષણા કરી હતી. આમ તે ભારતની સૌથી વિશાળ ખાનગી સ્કોલપશીપ બની છે. ત્યારથી દર વર્ષે 5100 વિદ્યાર્થીઓને સ્કોલરશીપ અપાય છે.
અત્યારસુધીમાં રિલાયન્સે 23,000થી વધુ હાયર એજ્યુકેશન સ્કોલરશીપ આપી છે.
સ્કોલરશીપ વડે પ્રાપ્ત થયેલા મેન્ટરિંગ અને એક્સપોઝર લેનારા રિલાયન્સ ફાઉન્ડેશનના પૂર્વ તેજસ્વી વિદ્યાર્થીઓએ ઉજ્જવળ કારકિર્દી મેળવવા સાથે શૈક્ષણિક તથા વ્યાવસાયિક સફર ખેડી છે. આ વર્ષે અરજી કરવાની શરૂઆત અત્યંત પ્રતિભાશાળી વિદ્યાર્થીઓના બીજા ગ્રુપ માટે આવી જ લાભદાયી સફરનો લાભ મેળવવાની તક ઊભી કરે છે.
એપ્લિકેશન પોર્ટલ: વિદ્યાર્થીઓ http://www.scholarships.reliancefoundation.org/ દ્વારા ઑનલાઇન અરજી કરી શકે છે. પસંદગી પ્રક્રિયામાં અંડરગ્રેજ્યુએટ વિદ્યાર્થી માટે યોગ્યતા અને આર્થિક પૃષ્ઠભૂમિનું મૂલ્યાંકન સામેલ છે. પોસ્ટગ્રેજ્યુએટ સ્કોલરશીપ માટે શૈક્ષણિક સિદ્ધિઓ, પર્સનલ સ્ટેટમેન્ટ અને ઈન્ટરવ્યૂ સમગ્ર ભારતમાંથી તેજસ્વી વિદ્યાર્થીઓને અલગ તારવવાની સ્પર્ધાત્મક પસંદગી પ્રક્રિયાનો ભાગ છે.
એપ્લિકેશન કરવાની છેલ્લી તારીખ 6ઠી ઓક્ટોબર 2024 છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationભરૂચ: ઈકો અને ટ્રક વચ્ચે અકસ્માતમાં 6નાં મોત, ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ
November 19, 2024 12:15 AMરશિયન બેલિસ્ટિક મિસાઇલોએ યુક્રેનમાં વિનાશ વેર્યો, 11 માર્યા ગયા અને 84 ઘાયલ, 15 ઈમારતોને નુકસાન
November 18, 2024 08:14 PMDelhi-NCR Air Pollution: 300 થી વધુ ફ્લાઇટ્સને અસર, વિમાનો હવામાં ચક્કર લગાવતા રહ્યા
November 18, 2024 08:12 PMગેંગસ્ટર લોરેન્સનો ભાઈ અનમોલ બિશ્નોઈ USમાં ઝડપાયો, સલમાનના ઘરે ફાયરિંગ કેસ સાથે જોડાયેલ છે તાર
November 18, 2024 08:10 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech