રાજ્ય કક્ષાના દિવ્યાંગ પારિતોષિક માટે આગામી તા.૧૭ માર્ચ સુધીમાં જિલ્લા રોજગાર કચેરી જામનગર ખાતે અરજી કરી શકાશે

  • March 05, 2025 03:27 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજ્ય કક્ષાના દિવ્યાંગ પારિતોષિક માટે આગામી તા.૧૭ માર્ચ સુધીમાં જિલ્લા રોજગાર કચેરી જામનગર ખાતે અરજી કરી શકાશે

જામનગર તા.૦૫ માર્ચ, રાજ્ય સરકાર દ્વારા શ્રેષ્ઠ કાર્યક્ષમ દિવ્યાંગ કર્મચારીઓ, સ્વરોજગાર કરતી શ્રેષ્ઠ દિવ્યાંગ વ્યક્તિઓ, દિવ્યાંગોને નોકરીએ રાખનાર શ્રેષ્ઠ નોકરીદાતાઓ અને દિવ્યાંગ વ્યક્તિઓને થાળે પાડવાની કામગીરી કરતા પ્લેસમેન્ટ ઓફિસરોને રાજ્ય કક્ષાના પારિતોષિક આપવાની યોજના અમલમાં છે. કચેરીમાં ફરજ બજાવતા કર્મચારીઓ/અધિકારીઓએ તેમજ દિવ્યાંગ કર્મચારીઓને નોકરીમાં રાખનાર અધિકારીઓ(નોકરીદાતઓ) 'દિવ્યાંગ-પરિતોષિક' મેળવી શકે છે. જેથી દિવ્યાંગ પરિતોષિક મેળવવા ઇચ્છુકે લાગુ પડતા ફોર્મમાં જરૂરી વિગતો ભરીને, જરૂરી આધાર સાથે જેમાં ૪૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગ હોવાનું- ત્રણ માસથી જૂનું ન હોય તેવું તબીબી પ્રમાણપત્ર, શૈક્ષણિક લાયકાતના તમામ પ્રમાણપત્રો, ખોડ દર્શાવતો પોસ્ટકાર્ડ સાઈઝનો ફોટો અને અન્ય વિગતો વગેરે સાથે રોજગાર કચેરીને તા.૧૭/૦૩/૨૦૨૫ સુધીમાં, ત્રણ નકલમાં રૂબરૂ કે ટપાલથી મોકલી આપવા જણાવવામાં આવે છે.

આ માટે દિવ્યાંગ કર્મચારીઓએ રાજ્ય પરિતોષિક માટે ‘પરિશિષ્ટ-અ’ ભરવાનું છે.દિવ્યાંગ વ્યક્તિઓને કામે રાખનાર નોકરીદાતઓએ એનેક્ષ્રર ‘એ’ અંગ્રેજીમાં ભરવાનું છે.પ્લેસમેંટ ઓફિસરો માટે એનેક્ષર ‘સી’ અંગ્રેજીમા ભરવાનું છે. તેમજ સ્વરોજગાર કરતા દિવ્યાંગ વ્યક્તિઓએ  ‘પરિશિષ્ટ-બ’ ભરવાનું રહે છે.જરૂરી ફોર્મના નમૂના વેબસાઇટ www.talimrojgar.gujarat.gov.in પરથી મેળવી શકાશે અથવા જિલ્લા રોજગાર કચેરી જામનગર ખાતેથી તા.૧૭/૦૩/૨૦૨૫ સુધીમાં વિના મૂલ્યે મળી શકાશે. રાજ્ય દિવ્યાંગ પરિતોષિક સ્પર્ધા-૨૦૨૪ અન્વયે દિવ્યાંગ કર્મચારીઓ, દિવ્યાંગ વ્યક્તિઓ કામે રાખનાર નોકરીદાતઓ, પ્લેસમેંટ ઓફિસરશ્રીઓ અથવા સ્વરોજગાર કરતા દિવ્યાંગ વ્યક્તિઓ વગેરેના ફોર્મ ભરાઈને તા.૧૭/૦૩/૨૦૨૫ સુધીમાં આ કચેરીને મળે તેમ જિલ્લા રોજગાર અધિકારી જામનગરની યાદીમાં જણાવવામાં આવે છે.
00000



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application