ઓખા-બેટ દ્વારકા વચ્ચેના સુદર્શન સેતુનો વધુ એક વિડીયો વાયરલ

  • March 01, 2024 01:00 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અમુક શખ્સોએ પુલની ટોચ ઉપર પહોંચી વિડીયો બનાવ્યો

ઓખા અને બેટ દ્વારકા વચ્ચે સમુદ્રમાં નિર્માણ થયેલ સુદર્શન સેતુનાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં હસ્તે લોકાપર્ણ પછી પુલની ટોચ ઉપર પહોંચી અમુક યુવાનોએ વિડીયો બનાવી સોશ્યલ મિડીયામાં વાયરલ કરતા સુરક્ષા સંબંધિત સવાલો ઉભા થયા છે. આ લોકો કેવી રીતે અને કોની મંજૂરીથી ઉપર પહોંચ્યા? શું જનતાને પણ પુલની ટોચ ઉપર જવાની છૂટ આપવામાં આવશે? વિડીયોમાં નજરે પડતા લોકો ફક્ત મોજ મજા ખાતર ઉપર પહોંચ્યા હોય એવું દેખાઇ આવે છે ત્યારે આ વિડીયોએ શું તંત્રની પોલ ખોલી નાંખી છે?
કારણકે લોકાર્પણ પહેલા પણ બે વખણ બ્રીજનાં ખાનગી ઉપયોગનાં વિડીયો વાયરલ થયા હતા ત્યારે વધુ એક વિડીયોએ તંત્રને ફરી એક વખત સવાલોનાં ઘેરામાં લાવી દિધું છે.
સોશ્યલ મિડીયામાં વાયરલ થયા પછી આ વિડીયો ઇલેક્ટ્રોનિક મિડીયામાં પણ ચમકતા સત્તાધીશો સુધી પણ ચોક્ક્સ પહોંચ્યો હશે ત્યારે હવે  આ પ્રકરણમાં કોઈ કાર્યવાહી થાય છે કે કેમ? એ જોવાનું રહ્યું. આ પૂર્વે બ્રીજનાં ખાનગી ઉપયોગનાં વાયરલ વિડીયો પછી કોઇ કાર્યવાહી થઇ ન હતી પરંતુ આ પ્રકરણમાં તો મોટા અકસ્માતની સંભાવના જોતા પગલા લેવાવા જ જોઇએ. ટોચ પર પહોચેલા લોકોએ એન્જીનીંયરો માફક કોઇ સુરક્ષાત્મક સાધનોનો ઉપયોગ કર્યો ન હતો જે જોખમી સાબિત થઇ શકે.
સુદર્શન સેતુનાં વાયરલ થતા વિડીયોઝ પછી તંત્રની નિષ્ક્રિયતાને બેદરકારી સાબિત કરી રહ્યા છે ત્યારે હવે આ પ્રકરણમાં  તંત્ર જાગશે?



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application