જામનગરના મુસાફરો માટે સાળંગપુર જવા એક વધુ બસ શરૂ

  • March 25, 2025 10:59 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બરવાળા-જામનગર વચ્ચે નવો એકસપ્રેસ રૂટ શરૂ: ભક્તજનોમાં આનંદની લાગણી


જામનગરથી બરવાળા અને બરવાળાથી જામનગર એક વધુ એક્સપ્રેસ બસ શરૂ થતાં સાળંગપુર દર્શાનાર્થ જતાં ભાવિકોમાં આનંદની લાગણી વ્યાપી છે.આ રૂટના લીધે ભક્તજનો સાંજની આરતી તથા પ્રસાદીનો લાભ લઈ શક્શે.


બરવાળાથી દરરોજ સવારે ૮ વાગ્યે અને રીટર્ન જામનગરથી બપોરે ર.૫૦ કલાકે ઉપડશેબરવાળા ડેપો દ્વારા ટ્રાફીકને ધ્યાનમાં રાખીને બરવાળા જામનગર વચ્ચે નવો એકસપ્રેસ રૂટ શરૂ કરાયો છે.


આ બસ દરરોજ બરવાળાથી સવારે ૮ વાગ્યે જામનગર જવા રવાના થશે. રીટર્નમાં જામનગરથી દરરોજ બપોરે ૨.૫૦ કલાકે ઉપડી બરવાળા પરત આવશે.


એસ.ટી. વિભાગીય નિયામક  પીલવાઇકરના માર્ગદર્શન હેઠળ શરૂ કરાયેલ આ રૂટથી મુસાફરોને વધારાની સુવિધા મળશે. જેનો સૌએ લાભ લેવા અનુરોધ કરાયો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application