જેમ કે, ખાવડીથી નીકળશે ત્યારે મેઘપર-પડાણા એટલે કે જામનગર જિલ્લાની પોલીસ દ્વારા સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવશે અને જેવા તેઓ દ્વારકાની હદમાં પ્રવેશ કરશે ત્યારે દેવભૂમિ જિલ્લા પોલીસ દ્વારા સુરક્ષા વ્યવસ્થા પૂરી પાડવામાં આવશે, કહેવાય છે કે આ માટે પોલીસ તંત્ર દ્વારા એકશન પ્લાન પણ બનાવી લેવામાં આવ્યો છે, જો કે આ અંગેની કોઇ સત્તાવાર વિગતો આપવામાં આવી નથી, એ જ રીતે રિલાયન્સ તરફથી પણ અનંત અંબાણીની પદયાત્રાને લઇને વિગતો જાહેર કરવામાં આવી નથી.
અત્રે નોંધનીય છે કે, અનંત અંબાણી સહિત આખો અંબાણી પરિવાર દ્વારકાધીશમાં અખૂટ શ્રઘ્ધા ધરાવે છે અને તેના અનેક પુરાવાઓ તેઓ ભૂતકાળમાં આપી ચૂક્યા છે, પરંતુ અત્યાર સુધી આ પરિવાર તરફથી કોઇએ પદયાત્રા કરી નથી, આટલું જ નહીં, દેશના ખ્યાતનામ ઉદ્યોગપતિના કોઇ સંતાને કોઇ ધાર્મિક સ્થળ માટે પદયાત્રા કરી હોય, એવું પણ ઇતિહાસમાં ક્યારેય બન્યું નથી, એટલે અનંત અંબાણીની આ પદયાત્રા એ રીતે પણ ઐતિહાસિક બની રહેશે.
તેઓ ક્યાં સમયે નીકળશે ?, ક્યાં રૂટ પર ચાલશે ?, ક્યારથી શરૂ કરશે ? તેને લઇને કોઇ સત્તાવાર વિગતો મળી નથી, પરંતુ ૧૦ એપ્રિલના રોજ અનંત અંબાણીનો જન્મદિન આવતો હોવાથી એવી અટકળો લગાવડવામાં આવી રહી છે કે કદાચ આજ અથવા કાલે જ તેઓ રાત્રિના કોઇ ચોક્કસ સમયે પોતાની પદયાત્રા શરૂ કરી શકે છે.
અનંત અંબાણીની પદયાત્રા હોવાથી સ્વાભાવિક રીતે જંગી કાફલો એમની સાથે હશે, સંભવત: રાધિકા અંબાણી સાથે હોય શકે, બીજી બાજુ રિલાયન્સની સીક્યુરીટી, પોલીસની સીક્યુરીટી, ડોકટર સહિતની અનંત અંબાણીની પર્સનલ ટીમ અને અનંત અંબાણીની પદયાત્રાના કારણે મીડીયા સહિતના અન્ય લોકો પણ જોડાશે, એટલે આ પદયાત્રા અનોખી બની રહેશેલાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationરાજકોટ TRP અગ્નિકાંડ બાદ મનપાના વધુ એક અધિકારી ACBના સકંજામાં, 75 લાખની અપ્રમાણસર મિલકતનો ખુલાસો
April 02, 2025 08:49 PMગુજરાતમાં કાળઝાળ ગરમી: સુરેન્દ્રનગર સૌથી ગરમ શહેર, હવામાન વિભાગની હીટવેવની આગાહી
April 02, 2025 08:40 PMડીસા બ્લાસ્ટ કેસ: સરકાર દ્વારા કમિટીની રચના, 15 દિવસમાં રિપોર્ટ સોંપશે
April 02, 2025 07:48 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech