અનંત અબાણીની દ્વારકાધીશ પર અતૂટ શ્રદ્ધા...જન્મદિન નિમિત્તે કર્યું 30 કરોડનું દાન, જાણો આ રૂપિયાથી શું બનાવવમાં આવશે

  • April 09, 2026 03:46 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના અનંત અંબાણીએ પોતાના જન્મદિવસના પાવન અવસરે જગત મંદિર દ્વારકાના ચરણોમાં શ્રદ્ધાપૂર્વક સમર્પણ કરી માનવસેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. અનંત અંબાણીએ દ્વારકાધીશ દેવસ્થાન સમિતિને રૂ. 30 કરોડની આર્થિક સહાય જાહેર કરી છે. આ માતબર રકમનો ઉપયોગ દ્વારકા આવતા હજારો શ્રદ્ધાળુઓ માટે આધુનિક સુવિધાઓથી સજ્જ નિવાસસ્થાન (ગેસ્ટ હાઉસ) બનાવવા માટે કરવામાં આવશે.


યાત્રાળુઓની સુવિધામાં થશે વધારો

દ્વારકા એ ભગવાન શ્રીકૃષ્ણની કર્મભૂમિ અને હિન્દુ ધર્મના ચાર મુખ્ય ધામોમાંનું એક છે, જ્યાં બારેમાસ શ્રદ્ધાળુઓનો ભારે ધસારો રહે છે. ખાસ કરીને તહેવારો અને વેકેશનના સમયમાં યાત્રાળુઓને રહેવા માટે યોગ્ય વ્યવસ્થા મેળવવામાં મુશ્કેલી પડતી હોય છે. આ જરૂરિયાતને ધ્યાને રાખીને, અંબાણી પરિવાર દ્વારા આપવામાં આવેલું આ દાન યાત્રાળુઓ માટે આશીર્વાદરૂપ સાબિત થશે. પ્રસ્તાવિત ગેસ્ટ હાઉસમાં શ્રદ્ધાળુઓને તમામ પાયાની અને આધુનિક સગવડો મળી રહે તેવું આયોજન કરવામાં આવશે.


દેવસ્થાન સમિતિએ વ્યક્ત કર્યો આભાર

દ્વારકાધીશ દેવસ્થાન સમિતિએ અનંત અંબાણીના આ ઉદાર નિર્ણયને સહર્ષ વધાવી લીધો છે. સમિતિના સભ્યોએ જણાવ્યું હતું કે, અંબાણી પરિવારની વર્ષોથી દ્વારકાધીશ પ્રત્યે અતૂટ શ્રદ્ધા રહી છે. આ દાનથી મંદિરના સાનિધ્યમાં માળખાગત સુવિધાઓ વધુ મજબૂત બનશે અને યાત્રાળુઓનો પ્રવાસ વધુ સુખદ રહેશે. સમિતિએ અનંત અંબાણીના ઉત્તમ સ્વાસ્થ્ય અને દીર્ઘાયુ માટે પ્રાર્થના કરી હતી અને તેમના પર ભગવાન દ્વારકાધીશની કૃપા સદાય વરસતી રહે તેવા આશીર્વાદ પાઠવ્યા હતા.


સેવા અને સમર્પણનો સંગમ

નોંધનીય છે કે અનંત અંબાણી અને સમગ્ર અંબાણી પરિવાર ગુજરાતના વિવિધ ધાર્મિક અને સામાજિક કાર્યોમાં અગ્રેસર રહે છે. તાજેતરમાં સાળંગપુર હનુમાનજી મંદિરે ગૌ-સેવા માટે કરેલા દાન બાદ, હવે દ્વારકાધીશના ચરણોમાં આપેલી આ ભેટ તેમની સનાતન સંસ્કારો પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવે છે. આ પ્રોજેક્ટ આગામી સમયમાં દ્વારકાના પર્યટન અને ધાર્મિક મહત્વને નવી ઊંચાઈએ લઈ જશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application