સચાણામાંથી બિલ-આધાર વગરના ૩૯૦ લીટર ડીઝલના જથ્થા સાથે એક આરોપી પકડાયો

  • April 01, 2024 10:54 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર તાલુકાના સચાણામાંથી બિલ આધાર વગરના શંકાસ્પદ ગણાતા ૩૯૦ લીટર ડીઝલના જથ્થા સાથે એક આરોપીને ઝડપી લીધો છે, અને વધુ પૂછપરછ કરી છે.


આ બનાવની વિગત એવી છે કે જામનગર ની લોકલ ક્રાઈમ બ્રાન્ચ ની ટીમ દ્વારા જામનગર તાલુકાના સચાણા ગામની દરિયાકાંઠા વિસ્તારમાં પેટ્રોલિંગ હાથ ધરવામાં આવી રહ્યું હતું, જે દરમિયાન સચાણા ગામમાં રહેતો અને માછીમારી કરતો એજાજ મુસાભાઈ ગજીયા નામનો માછીમાર શખ્સ શંકાસ્પદ હિલચાલ કરતો મળી આવ્યો હતો.


જેની તલાસી રહેતાં તેના કબજા માંથી ૩૯૦ લીટર ડીઝલના જથ્થો મળી આવ્યો હતો. તેના બિલ આધાર વગેરેની માંગણી કરતાં તેની પાસે કોઈ પણ પ્રકારના બીલ આધાર વગેરે ન હતા. જેથી એલસીબી ની ટીમે અંદાજે ૩૫ હજાર રૂપિયાની કિંમતનો શંકાસ્પદ મનાતો ડીઝલનો જથ્થો કબજે કર્યો છે, અને તેની વધુ પૂછપરછ ચલાવવામાં આવી રહી છે, સાથો સાથ પુરવઠા વિભાગને પણ જાણ કરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application