‘આજકાલ’ના અહેવાલ બાદ વનવિભાગને પણ દાની ભઠ્ઠીનો નાશ કરવાની પ્રેરણા મળી હોય તેમ વનવિભાગે દાની એક ભઠ્ઠી તોડી પાડી હતી.
પોરબંદર નજીકના બરડા ડુંગરમાં હાલ ઉનાળાના સમયમાં વન્ય જીવોને પીવાના પાણીની સમસ્યા ઉભી થઇ છે. તો બીજી બાજુ બુટલેગરો દાની ભઠ્ઠીઓ દ્વારા પ્રાણીઓ માટેના જળસ્ત્રોતને ખાલી કરી રહ્યા છે તેવા અહેવાલો પોરબંદર ‘આજકાલ’માં રજૂ થયા બાદ વનવિભાગની ટીમને દાની ભઠ્ઠીનો નાશ કરવાની પ્રેરણા મળી હતી જેમાં જણાવાયુ હતુ કે પોરબંદર વનવિભાગના નાયબ વન સંરક્ષક અક્ષય જોષી તથા એ.સી.એફ. રાજલબેન પાઠકના સીધા માર્ગદર્શન હેઠળ આર.એફ.ઓ. મલય મણિયારની ટીમ દ્વારા રાણાવાવ રેન્જની રાણાવાવ રાઉન્ડની બરડા અભ્યારણ્ય જંગલની અંદરની આદિત્યાણા બીટમાં આંટીનેશ વિસ્તારમાંથી દેશી પીવાના દાની ભઠ્ઠી મળી આવેલ હતી.આ બનાવના સ્થળ પરથી દેશી પીવાનો દા અંદાજીત એક બેરલમાં ૨૦૦ લીટર આથો ભરાયેલ તેવા પ્લાસ્ટિકના બેરલ નંગ ૧૫ અને આથો અંદાજે ૩૦૦૦ લીટર તથા પતરાના બોલર બેરલ નંગ -૨, પતરાના ખાલી ડબ્બા નંગ-૨૫ આ તમામ મુદામાલનો સ્થળ પર નાશ કરવામાં આવેલ હતો. અને ફિલ્ટર નળી ત્રાંબાની નંગ-૨, મુદામાલ તરીકે કબ્જે કરવામાં આવેલ છે. આ ગુન્હા અન્વયેના આરોપીઓ સ્થળ પરથી નાસી ગયેલ હતા. જેની શોધખોળ ચાલુ છે. અને વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ ૧૯૭૨ની કલમની જોગવાઇ મુજબ ગુન્હો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationઅમદાવાદમાં ગુજરાતે દિલ્હીને 7 વિકેટે હરાવ્યું, સિઝનમાં પાંચમી જીત
April 19, 2025 11:07 PMઈસ્ટરના કારણે પુતિને યુક્રેન યુદ્ધમાં યુદ્ધવિરામની જાહેરાત કરી, ધાર્મિક મહત્વ જાળવ્યું
April 19, 2025 11:03 PMકેનેડામાં બે જૂથો વચ્ચે ફાયરિંગમાં પંજાબની 21 વર્ષીય યુવતીનું મોત, બસ સ્ટોપ પર હતી ઉભી
April 19, 2025 11:00 PMરાજકોટ-સરધાર રોડ પર ગમખ્વાર અકસ્માત: માતા-પુત્રી સહિત 4નાં મોત, 3 ગંભીર રીતે ઘાયલ
April 19, 2025 10:59 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech