રાજ્યની જુદી જુદી અદાલતોમાં ફરજ બજાવતા ન્યાયાધિશો પૈકીના સાત ન્યાયધિશોની બદલી નો આદેશ હાઈકોર્ટ દ્વારા કરવામાં આવ્યા છે. જેમાં જામનગરના એક એડિશનલ સેસન્સ જજ ની બદલી નો પણ હુકમ થયો છે. તેઓ ને સુરેન્દ્રનગર મૂકવા માં આવ્યા છે.
રાજ્યમાં ડિસ્ટ્રીક્ટ જજ કક્ષા ના સાત ન્યાયાધિશની રાજ્ય ની વડી અદાલતે બદલી નો આદેશ કર્યો છે. જેમાં જામનગર ના એડિશનલ ડિસ્ટ્રીક્ટ જજ એમ.કે. ભટ્ટ ની બદલી કરવામાં આવી છે.
શનિવારે હાઈકોર્ટ દ્વારા કરવામાં આવેલા બદલીના હુકમ અંતર્ગત જામનગરના એડિશનલ ડિસ્ટ્રીક્ટ જજ માધવીબેન કેતનભાઈ ભટ્ટ ની સુરેન્દ્રનગર સ્થિત ફેમિલી કોર્ટમાં પ્રિન્સિપાલ જજ તરીકે બદલી કરવામાં આવી છે. તે ઉપરાંત જૂનાગઢ, અમદાવાદ, ભૂજ, ગાંધીધામના અન્ય છ ન્યાયાધિશોની બદલીઓના હુકમ પણ કરવામાં આવ્યા હતાં.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationગુજરાતમાં ગરમીનો પ્રકોપ યથાવત: રાજકોટ 42 ડિગ્રી સાથે સૌથી ગરમ, સાત શહેરોમાં 40ને પાર
April 21, 2025 08:34 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech