ભાણવડમાં પીધેલો બાઈક ચાલક ઝડપાયો
દેવભૂમિ દ્વારકામાં સ્થાનિક પોલીસ દ્વારા ગઈકાલે સોમવારે પણ જુદી જુદી હોટલો તેમજ રેસ્ટ હાઉસમાં યાત્રિકોની નોંધ થવા અંગેની ચેકિંગ કાર્યવાહી કરવામાં આવી હતી. અહીંની જુદી જુદી હોટેલમાં નિયમ મુજબ પથિક સોફ્ટવેરમાં અહીં આવેલા યાત્રિકોની એન્ટ્રી ન કરવા સબબ પોલીસ દ્વારા જાહેરનામા ભંગની કલમ ૧૮૮ મુજબ કાર્યવાહી કરાઈ હતી.
જેમાં હોટેલ લુણાઈ સદનના સંચાલક અનિલ ભીખુભાઈ જગતિયા, આશાપુરા ભુવનના સંચાલક અનિલભા સાદુરભા માણેક, આવકાર સ્ટે પોઇન્ટના કરસન વશરામ ગઢવી અને શક્તિ નિવાસ હોટેલના પ્રિન્કેસ દિલીપભાઈ સોલંકી સામે સ્થાનિક પોલીસમાં ગુનો નોંધાયો છે.
ભાણવડમાં રવિરાજ હોટલ પાસેથી પોલીસે કેફી પીણું પીધેલી હાલતમાં ડ્રાયવિંગ લાયસન્સ વગર રૂ. ૧૦,૦૦૦ ની કિંમતના સ્પ્લેન્ડર મોટરસાયકલ પર નીકળેલા રોહિત ઉર્ફે રાહુલ અરજણ કછોટ નામના ૨૦ વર્ષના શખ્સની ઝડપી લઇ તેની સામે કલમ ૧૮૫ હેઠળ ભાણવડ પોલીસમાં ગુનો નોંધાયો છે.
ખંભાળિયા તાલુકાના વાડીનાર ગામે આવેલી એક દરગાહ પાસેથી પોલીસે ભરાણા ગામના હરદેવસિંહ ઉર્ફે ભૂરો ધર્મેન્દ્રસિંહ જાડેજા નામના ૨૮ વર્ષના શખ્સને લોખંડના પાઈપ સાથે નીકળતા ઝડપી લઇ, તેની સામે આઈપીસી કલમ ૧૩૫ (૧) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
***
દ્વારકા જિલ્લામાં જાહેરનામા ભંગ સબબ હોટેલ સંચાલકો સામે કાર્યવાહી
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હોટેલ તેમજ ગેસ્ટ હાઉસ ધરાવતા સંચાલકો તથા માલિકો અહીં આવતા યાત્રાળુઓ - પ્રવાસીઓ અંગેની નોંધ સરકાર માન્ય પથિક સોફ્ટવેરમાં કરે તેમજ આ હોટેલમાં ત્રણ માસનું વિડીયો રેકોર્ડિંગ પણ રાખે તે અંગેનું જાહેરનામું જિલ્લાના સક્ષમ અધિકારી દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.
આ અંગેના જાહેરનામાનો ભંગ કરવા બદલ ખંભાળિયામાં યમુના પેટ્રોલ પંપ પાસે આવેલી મેરા ગેસ્ટ હાઉસના સંચાલક ઋત્વિક બાબુભાઈ ચાવડા (ઉ.વ. ૨૮), ભાણવડમાં એસટી બસ સ્ટેશન સામે પાર્થ ગેસ્ટ હાઉસના સંચાલક સુધીર નાથાલાલ મોઢા, જેઠવા ગેસ્ટ હાઉસના સંચાલક મુસ્તાક હનીફ જેઠવા, વેરાડ નાકા પાસે આવેલા અમીધારા ગેસ્ટ હાઉસના ચિરાગ ભરતભાઈ કાનાણી, દ્વારકામાં ભદ્રકાલી ચોક વિસ્તારમાં શિવાલય અતિથિ ભુવનના સંચાલક અજય પરબતભાઈ ફફલ અને દ્વારકામાં હોટલ દ્વારવતીના સંચાલક મુકેશભાઈ કકડ સામે જાહેરનામા ભંગની કલમ ૧૮૮ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationઅઝરબૈજાન વિમાન ક્રેશ માટે રશિયાના રાષ્ટ્રપતિ પુતિને માંગી માફી, 38 લોકોએ જીવ ગુમાવ્યા
December 28, 2024 11:00 PMઅઝરબૈજાન વિમાન ક્રેશ માટે રશિયાના રાષ્ટ્રપતિ પુતિને માંગી માફી, 38 લોકોએ જીવ ગુમાવ્યા
December 28, 2024 11:00 PMજામનગરઃ આ વર્ષે ખેલ મહાકુંભમાં ગત વર્ષ કરતા વધુ રજીસ્ટ્રેશન થયા
December 28, 2024 06:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech