પાટીદાર અનામત આંદોલન દરમ્યાન થયેલ બબાલ પ્રકરણમાં પાટીદાર યુવાનોનો નિર્દોષ છૂટકારો

  • December 24, 2024 12:05 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ જીલ્લાના ખંઢેરી પાસે પાટીદાર નેતા હાર્દિક પટેલ ની પોલીસે અટકાયત કરેલ ના મેસેજ સમાચારમાં પ્રસિધ્ધ થયેલ હતાં. જેથી તા. ૧૮-૧૦-૨૦૧૫ ના જામનગર-રાજકોટ હાઈવે રોડ ઉપર એસ.ટી.ડેપો સામે તથા ખારવા ચોકડી થી ગજાનન સોસાયટી વ્હાઈટ બીલ્ડીંગ સુધી હાર્દિક પટેલ ને મુકત કરવા માટે  માણસો નાં ટોળા એકઠા થયા હતાં. અને રોડ પર પસાર થતા વાહનોને રોકાવી ટ્રાફીક જામ કર્યો હતો.તથા  અમુક ઈસમોએ લોખંડના પાઈપ, લાકડાના ધોકાઓ ધારણ કરી પોલીસ પર પથ્થરમારો પાઈપ થી હુમલો કરી ફરજમાં રૂકાવટ કરી ધ્રોલ પોલીસ સ્ટેશનના તત્કાલીન પ્રોબેશનલ પોલીસ સબ–ઈન્સ્પેકટર બી. વી. ઝાલા તથા જયદીપસિંહ લખધીરસિંહ રાણા ને ઈજાઓ કરી પી.એસ.આઈ.ની સર્વિસ રીવોલ્વર લુટવાની કોશીશ કરી તથા સરકાર હસ્તકની એસ.ટી.બસને નુકશાન કરી જીલ્લા મેજીસ્ટ્રેટના હથીયાર બંધી જાહેરનામાનો ભંગ કરી ગેરકાયદેસર મંડળી રચી આરોપીઓએ ગુન્હો કર્યો હતો.


આ બનાવ સંબંધે ધ્રોલ પોલીસ સ્ટેશનના પ્રોબેશનલ પોલીસ સબ–ઈન્સ્પેકટર બી. વી. ઝાલા દ્વારા પાટીદાર યુવાનો સંદિપ ભીમજીભાઈ કાનાણી સહિત ૨૯ (ઓગણત્રીસ) પાટીદાર યુવાનો સામે ધ્રોલ પોલીસ સ્ટેશનમા ફરીયાદ નોંધાવતા પોલીસ દ્વારા ચાર્જશીટ કરવામાં આવેલ, જે કેસ જામનગર એડી.સેસન્સ જજ એસ.સી. વેમુલા ની અદાલતમાં ચાલી જતાં અદાલત દ્વારા પાટીદાર યુવાનોને નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કરેલ છે.


આ કેસમાં આરોપી પાટીદાર યુવાનો તરફે વકીલશ્રી નાથાલાલ પી. ઘાડીયા, પરેશ એસ. સભાયા, હિરેન જે. સોનગરા, રાકેશ જે. સભાયા, ગજેન્દ્રસિંહ જે. ઝાલા, તથા નેમીષ જે. ઉમરેટીયા રોકાયેલા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application