રૂ. ૬૦ હજારના ચેક પરતના કેસમાં આરોપીને છ માસની સજા

  • April 09, 2024 11:13 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર ના એક આસામી ને રૂ. ૬૦,૦૦૦ ના ચેક પરત ફરવા ના કેસ માં અદાલતે છ માસ  ની કેદની સજા નો હુકમ કર્યો છે. જામનગરના વિનાયક પાર્કની શેરી નં.રમાં રહેતા બાબુભાઈ ડાયાભાઈ રાઠોડે રૂ. ૬૦ હજાર ની રકમ સ્વામીનારાયણ નગરમાં રહેતા હિતેશ તુલસીદાસ વીધાની પાસેથી હાથઉછીની મેળવી હતી.અને તેની પરત ચૂકવણી માટે  ચેક આપ્યો હતો. તે ચેક બેંકમાંથી પરત ફરતા  કોર્ટ માં ફરિયાદ કરાઈ હતી.


આ  કેસ ચાલી જતાં અદાલતે આરોપી ને તક્સીરવાન ઠરાવી છ મહિનાની કેદ અને ચેકની રકમ વળતર પેટે ચૂકવી આપવાનો હુકમ કર્યાે છે. રકમ ન ચૂકવાય તો વધુ એક મહિનાની કેદની સજા ફટકારાઈ છે. ફરિયાદી તરફથી વકીલ અશ્વિન બારડ, રોનક જોગલ, મિતુલ મલકાણ રોકાયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application