પોરબંદરના એસ.ટી. ડેપો નજીક ભંગારબજારમાં રીક્ષાચાલક આધેડની સવાબે વર્ષ પહેલા ઘાતકી હત્યા થઇ હતી જેમાં બગવદર રહેતા આરોપીને આજીવન સખ્ત કેદની સજા અને ૧૬ હજાર પિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.
સવા બે વર્ષ પહેલા બન્યો હતો બનાવ
બનાવની વિગત એવી હતી કે પોરબંદરના રીલાયન્સ ફુવારા સર્કલ પાસે રહેતા રમેશભાઈ ત્રિભુવનભાઈ કણઝારા ઉ.વ. ૫૮નો મૃતદેહ એસ.ટી. ડેપો પાસેની ભંગારબજારમાં લોહીલુહાણ હાલતમાં પડયો હોવાની માહિતી મળતા પોલીસ તાત્કાલીક ઘટનાસ્થળે દોડી ગઇ હતી તો બીજી બાજુ મૃતક રમેશભાઈના જમાઈ જયેશ ભાણજીભાઈ સોલંકી પણ તાત્કાલીક ત્યાં પહોંચી ગયો હતો અને પરીવારના અન્ય સભ્યોને પણ જાણ કરી હતી. પોલીસના આપેલા નિવેદનમાં જયેશ સોલંકીએ એવું જણાવ્યુંહતું કે તે અને તેના સસરા રમેશભાઈ રીક્ષા ચલાવતા હતા. અડધો દિવસ તેના સસરા અને બપોર પછી જયેશ રીક્ષા ચલાવે છે અને રાત્રે સસરા રમેશભાઈ કણઝારાને કોઈ વ્યકિત સાથે માથાકુટ થઇ હતી. અને તેમાં બગવદરના માલદે રામા પરમારની સંડોવણી હોવાનુ જણાવતા તેની સામે હત્યાનો ગુન્હો દાખલ થયો હતો.
અપાઇ હતી ચોંકાવનારી વિગત
બગવદરના માલદે રામા પરમારે તા. ૧૬-૧-૨૩થી ૧૭-૧-૨૩ દરમ્યાન ફરિયાદીના સગીરવયના દીકરાને ‘કોઇ બાઇ ધ્યાનમાં હોય તો મને કહે, ૨૦૦ ા. આપી દઉ અને જો કોઇ બાઇ ન હોય તો કાંઇ નહીં, તું જ હાલને’ એ પ્રકારના બિભત્સ શબ્દો કહેતા પુત્રએ પિતા રમેશભાઇ કણજારાને વાત કરી હતી. આથી રમેશે માલદે પરમારને ઠપકો આપી બે ઝાપટ મારી હતી તેથી માલદેએ બોલાચાલી કરી, ગાળો દઇ સગીરવયના પુત્રને ‘હું તને જોઇ લઇશ’ તેવી ધમકી આપી હતી ત્યારબાદ ભંગારબજારની અંદર જઇને માલદે રામા પરમારે પથ્થરવડે રમેશભાઇને માથા અને મોઢાના ભાગે જીવલેણ ઇજા કરી મોત નિપજાવ્યુ હતુ જે અન્વયે માલદે રામા વિધ્ધ હત્યાની કલમ ઉપરાંત તપાસના અંતે આરોપી વિધ્ધ પુરતા પુરાવાઓ હોય તપાસ કરનાર અધિકારી દ્વારા કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવેલ હતુ. ત્યારબાદ આ કામની ટ્રાયલ દરમિયાન રજુ થયેલ પુરાવાના આધારે ઉપરોકત કામે કોર્ટ દ્વારા ઉપરોકત ગુન્હાના કામે એફ.આઇ.આર.માં સ્પે. પોકસો એકટની કલમ-૧૧,૧૨ મુજબનો ઉમેરો કરવામાં આવેલ હતો.
આ કામે પ્રોસીકયુશન તરફે પબ્લિક પ્રોસીકયુટર સુધિરસિંહ બી. જેઠવા દ્વારા ૩૫ જેટલા દસ્તાવેજી પુરાવાઓ તથા કુલ ૨૪ જેટલા સાહેદો તપાસવામાં આવેલ હતા તથા સરકાર તરફે ધારદાર દલીલો કરવામાં આવેલ હતી. જે અનુસંધાને કોર્ટ દ્વારા ઉપરોકત કામે રજુ કરવામાં આવેલ મૌખિક તથા દસ્તાવેજી પુરાવાઓ તેમજ બન્ને પક્ષોેની દલીલો સાંભળી એડીશનલ સેશન્સ જજ કે.એ. પઠાણ દ્વારા આ કામના આરોપી માલદે રામાભાઇ પરમાર રહે. મોઢવાડા રોડ, બગવદર,જિ. પોરબંદરવાળાને આઇ.પી.સી.ની કલમ તથા પોકસો એકટનીકલમ ૧૧,૧૨ મુજબના ગુનામાં તકસીરવાન ઠરાવી આજીવન સખત કેદની સજા તથા કુલ ા. ૧૬,૦૦૦નો દંડ ફરમાવતો હુકમ કરવામાં આવેલ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationખંભાળિયા આઈ.ટી.આઈ ખાતે તા.૧૪ મે,૨૦૨૫ના રોજ ઔદ્યોગીક ભરતીમેળો યોજાશે
May 12, 2025 05:47 PMજાખર પાટીયા પાસે ટેન્કરમાંથી ૨૦ લીટર ડીઝલ કાઢી લીધુ
May 12, 2025 05:44 PMજામનગર જિલ્લામાં બે દિવસ ચીજવસ્તુઓ ખરીદવા લોકોની પડાપડી
May 12, 2025 05:36 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech