જામનગરમાં નકલી પોલીસ તોડકાંડમાં આરોપીઓ જેલ હવાલે

  • June 06, 2025 11:24 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કાર, બે બાઇક, રોકડ, મોબાઇલ સહિત ૪.૧૬ લાખનો મુદામાલ કબ્જે



જામનગરમાં જુના રેલવે સ્ટેશન નજીક વેલનગર વિસ્તારમા રાજકોટ ક્રાઈમ બ્રાંચના નકલી પોલીસ જવાનોએ રેઇડના નામે ૨૦ હજારનો તોડ કરી અને એક આસામી પાસેથી પણ દારૂના નામે આ જ નકલી પોલીસ અને કથિત પત્રકારે તોડ કરવાનો પ્રયાસ કર્યો હોવાની ફરિયાદ સીટી બી. ડીવીઝન પોલીસ મથકમાં નોંધાવાઇ હતી, જેમાં જામનગર પોલીસે રાજકોટના ત્રણ શખ્સોની અટકાયત કરી લઈ રિમાન્ડ પર લીધા બાદ ત્રણેયને જેલમાં મોકલી દેવાયા છે. તેઓ પાસેથી એક કાર બે બાઈક અને ત્રણ મોબાઈલ સહિત ૪.૧૬ લાખનો મુદાલમા કબજે કરાયો હતો.

જામનગરમાં જુના રેલ્વે સ્ટેશન નજીક વેલનગરમાં રહેતો હર્ષ જીગ્નેશભાઈ રાઠોડ ગત તા.૩૧/૫/૨૦૨૫ના રોજ બપોરે પોતાના ઘરે હતો, એક કાર પોતાના ઘર પાસે આવીને ઉભી રહી હતી. જે કારમાંથી ઉતરેલ બે શખ્સોએ પોતાની ઓળખ રાજકોટ ક્રાઈમ બ્રાંચના સ્ટાફના માણસો હોવાની કહી મોબાઈલમાં ઘરનું રેકોર્ડીંગ કરવા લાગ્યા હતા. 

રેકોર્ડીંગ કરી પોતાને પોલીસ તરીકે ઓળખાવનાર બંને શખ્સોએ હર્ષ અને તેના પિતાને દારૂ સબંધિત કાર્યવાહી કરવાની ધમકી આપી હતી, અને જો પોલીસ કેસમાં ન પડવું હોય તો ૫૦ હજાર રૂપિયાની માંગણી કરી હતી. અને ૨૦,૦૦૦ મેળવી લીધા હતા. તેમજ કથીત પત્રકાર સહિતની સામે સીટી-બીમાં ફરીયાદ કરવામાં આવી હતી.

આ અંગેની તપાસ સીટી-બી પીઆઇ પી.પી. ઝાની સુચનાથી પીએસઆઇ ડી.જી. રાજ અને સ્ટાફે ચલાવીને ઉપરોક્ત આરોપીઓ પૈકી રાજકોટમાં માધાપર ચોકડી પાસે રહેતા આકાશ પ્રફુલભાઈ ધ્રાંગડ, વિજય બુધાભાઈ મકવાણા (હડમતીયા- રાજકોટ) અને સુરેશ રણમલભાઈ કારાણી (ગ્રીનલેન્ડ ચોકડી રાજકોટ)ની ધરપકડ કરી હતી, અને અદાલત સમક્ષ રજૂ કરી એક દિવસના રિમાન્ડ પર લેવાયા હતા.

જેઓની રિમાન્ડની મુદત પૂરી થતાં ત્રણેયને જેલમાં ધકેલી દેવામાં આવ્યા છે. જે ત્રણેય આરોપીઓ પાસેથી પોલીસે ગુનાના કામમાં ઉપયોગમાં લે​​​​​​​વાયેલી એક કાર અને બે ટુ-વ્હીલર ઉપરાંત ત્રણ નંગ મોબાઈલ ફોન મળી ૪.૧૬.૬૫૦નો મુદામાલ કબજે કરી લેવાયા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application