મેઘપર પડાણાના સગીરાના અપહરણમાં આરોપીની ધરપકડ

  • May 26, 2025 11:03 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભોગ બનનારને શોધી કાઢી : દુષ્કર્મ તથા પોકસો હેઠળની કલમનો ઉમેરો


મેઘપર પડાણા પોલીસમાં ૧૫ વર્ષની સગીરા​​​​​​​ના અપહરણ કેસમાં ફરીયાદના આધારે તપાસ કરીને સગીરા તથા આરોપીને શોધી કાઢવામાં આવ્યા છે બીજી બાજુ પોલીસે આરોપીની ધરપકડ કરી તેની સામે દુષ્કર્મ તથા પોકસો હેઠળ કાર્યવાહી કરી છે.


મેઘપર પડાણા પોલસ સ્ટેશનના એ-પાર્ટનો ગુનો નોંધાયેલ જેની જેની વિગત એવી છે કે ફરીયાદીની સગીર વયની દિકરીને આ કામેના આરોપીએ બદકા અથવા લગ્ન કરવાના ઇરાદે લલચાવી ફોસલાવી ફરીયાદીના કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરી લઇ ગઇ ગુનો કરેલ હોય.

ઉપરોકત ગુના અંગે જામનગર જીલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુની સુચના તથા મદદનીશ પોલીસ અધિક્ષક પ્રતિભા લાલપુરના માર્ગદર્શન મુજબ પાડાણા પીઆઇ પી.ટી. જયસ્વાલ તપાસ ચલાવી રહેલ હોય સાથે એએસઆઇ જીજ્ઞેશભાઇ વાળા તથા પો.હેડ કોન્સ બ્રિજરાજસિંહ જાડેજા, પો.કો. ધર્મેન્દ્રસિંહ ઝાલાની મદદથી તપાસ ટીમ દ્વારા હયુમન સોર્સ તથા ટેકનીકલ સોર્સ મોબાઇલ કોલ ડીટેલ્સ આધારે તપાસ કરી ભોગ બનનાર તથા અરોપીને શોધી કાઢી આરોપી સની મુકેશ સોલંકી રહે. મોટી ખાવડી, જામનગરવાળાની ધરપકડ કરી આરોપીએ સગીરા સાથે દુષ્કર્મ કરેલની હકકીત જણાતા ધોરણસર કાર્યવાહી હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application