દ્વારકા જિલ્લાના એનડીપીએસના ગુનામાં આરોપી પકડાયો

  • May 31, 2025 11:11 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઓરીસામાંં પોલીસે વેશપલ્ટો કરી આરોપીને દબોચી લીધો

દ્વારકા જિલ્લાના એનડીપીએસના ગુનામાં ચાર વર્ષથી તથા સુરત ગ્રામ્ય કામરેજ પોલીસ સ્ટેશનના એનડીપીએસના ગુનામાં છેલ્લા બે વર્ષથી નાસતા ફરતા આરોપીને ભાણવડ પોલીસે દબોચી લીધો હતો.

નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા દ્વારકા એસપી નીતેશ પાંડે દ્વારા સુચના કરતા જે અનુસંધાને ડીવાયએસપી પ્રજાપતીના માર્ગદર્શન હેઠળ ભાણવડના પીઆઇ કે.બી. રાજવીના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ ગોરફાડ અને સ્ટાફના જીતુભાઇ, અજયભાઇ તથા હિતેશભાઇની ટીમ બનાવી ડીસ્ટ્રીકટ કોર્ટ દ્વારકના એનડીપીએસ કેસના આરોપી ટુકુના ઉર્ફે કાલુ બાબાજી રાઉત (રહે.સચીના ગામ બેગુના જીલ્લા ઓરીસ્સા) ચાર વર્ષથી નાસતો ફરતો હોય, આથી ત્યાં જઇ ટીમ દ્વારા વેસપલ્ટો કરી, રેકી કરી આરોપીને પકડી પાડેલ છે. આરોપી બાબતે વધુ તપાસ કરતા સુરતના કામરેજ પોલીસ સ્ટેશનના એનડીપીએસના ગુનામાં પણ છેલ્લા બે વર્ષથી નાસતો ફરતો હોય, આ અંગે જાણ કરવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application