અન્ય કારના ચાલકે સાઇડ આપ્યા વિના ટર્ન લેતાં બોલેરો ટકરાઇ
લાખાબાવળના પાટીયા પાસે એક કારના ચાલકે સાઈડ આપ્યા વિના ટર્ન લેતાં પાછળ આવી રહેલી દેવભૂમિ દ્વારકા જિલ્લાની એ.સી.બી.ની સરકારી બોલેરો કાર અકસ્માતે ટકરાઈ ગઈ હતી.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના એસીબીના એએસઆઇ નારણભાઈ પરબતભાઈ ગાગીયા કે જેઓ દેવભૂમિ દ્વારકા જિલ્લાની સરકારી બોલેરો કારમાં બેસીને ખંભાળિયાથી જામનગર તરફ આવી રહ્યા હતા, જે દરમિયાન આગળ જઈ રહેલી જી.જે.-૩ એમએચ ૮૨૦૬ નંબરની આર્ટિગા કારના ચાલક રાજકોટના મુકેશભાઈ વિઠ્ઠલભાઈ વાઘેલાએ કોઈપણ પ્રકારની સાઈડ આપ્યા વિના એકાએક ટર્ન લેતાં પાછળથી આવી રહેલી સરકારી બોલેરો ટકરાઈ ગઈ હતી.
જે અકસ્માતમાં સરકારી બોલેરો ધડાકાભેર અથડાયા પછી રોડથી નીચે ઉતરી ગઈ હતી, અને તેનું ટાયર ફાટી ગયું હતું, જ્યારે બોનેટમાં પણ નુકસાની થઈ હતી. સદભાગ્યે તેમાં બેઠેલા પોલીસ સ્ટાફને કોઈ ઈજા થઈ ન હતી. પરંતુ આગળ જઈ રહેલી અર્ટિગા કારમાં બેઠેલા એક મહારાષ્ટ્રના યુવાનને ઈજા થઈ હોવાથી જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર અપાઇ હતી. આ બનાવની જાણ થતા સિકકા પોલીસની ટુકડી દોડી ગઇ હતી, કારચાલક મુકેશ વાઘેલા સામે ફરીયાદ થતા તેની અટકાયત કરવા કાર્યવાહી આગળ ધપાવવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationમાધવ દર્શન કોમ્પ્લેક્ષની ૩૫૦ દુકાન ધારકો સાથે ત્રણ શખસની છેતરપીંડી
November 18, 2024 03:53 PMગુજરાત રાજ્ય બોર્ડ દ્વારા ડાયાબિટીસ મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત યોગ શિબિર
November 18, 2024 03:52 PMકુંભારવાડા વોર્ડમાં ભાજપ દ્વારા મંડળની કાર્યશાળાનું આયોજન કરાયુ
November 18, 2024 03:52 PMમહિલાઓએ ભૂલથી પણ ન કરવો જોઈએ આ બ્યુટી પ્રોડક્ટ્સનો ઉપયોગ, થઈ શકે છે નુકસાન
November 18, 2024 03:51 PMશિક્ષણ એટલે બાળકને પરિપક્વ કરીને પ્રગતિ કરાવવી -પ્રો(ડો.)ચેતન ત્રિવેદી
November 18, 2024 03:51 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech