AIIMS જિલ્લા વહીવટી તંત્ર દેવભૂમિ દ્વારકાના સયુંકત ઉપક્રમે તા.૨૧ ફેબ્રુઆરી,૨૦૨૬ના રોજ જનરલ હોસ્પિટલ, ખંભાળિયા ખાતે મેગા હેલ્થ કેમ્પનું આયોજન

  • February 12, 2026 10:16 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મેગા હેલ્થ કેમ્પની પૂર્વતૈયારીઓના ભાગરૂપે જિલ્લા પંચાયત ખાતે બેઠક યોજાઈ

 
 ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (એઇમ્સ) તથા જિલ્લા વહીવટી તંત્રના સયુંકત ઉપક્રમે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મેગા હેલ્થ કેમ્પ આગામી તા.૨૧ ફેબ્રુઆરીના રોજ સવારે ૯  કલાકથી જનરલ હોસ્પિટલ, ખંભાળિયા ખાતે યોજાનાર છે. 

રાજ્યસભાના સાંસદ કેસરીદેવસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ આયોજિત મેગા હેલ્થ કેમ્પના પૂર્વતૈયારીઓ અંગે દેવભૂમિ જિલ્લા પંચાયત કચેરી ખાતે બેઠક યોજાઈ હતી. જેમાં જિલ્લા વિકાસ અધિકારી એ.બી.પાંડોર તથા અન્ય પદાધિકારીઓ દ્વારા જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ઉપરાંત, જનરલ હોસ્પિટલ ખંભાળિયા ખાતે દર્દીઓને મળનારી સુવિધાઓ તથા સમગ્ર વ્યવસ્થાનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. 

​​​​​​​

આ તકે જિલ્લા વિકાસ અધિકારી એ.બી.પાંડોર, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.ચોબીસા, અગ્રણી પી.એસ.જાડેજા, રાજુભાઈ ભરવાડ, રાજકોટ એઇમ્સના એચ.આર. હિમાંશુભાઈ સહિત નિષ્ણાત ડોક્ટરો તથા જિલ્લા આરોગ્ય વિભાગ તેમજ સંલગ્ન વિભાગના અધિકારીઓ તથા કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. 

ઉલ્લેખનીય છે કે, મેગા હેલ્થ કેમ્પના ફેફસાં રોગો, હાડકા (ઓર્થોપેડીક), રેડિયેશન થેરાપી (કેન્સર માટે), આંખ (ઓફથેલેમોલોજી), ફિઝિયોથેરાપી (કસરત), બાળરોગ (પીડિયાટ્રિક્સ), પ્રસુતિ અને સ્ત્રીરોગ, ચામડીના રોગ, જનરલ મેડિસિન, કાન, નાક અને ગળા (ઈ.એન.ટી), માનસિક રોગ અને જનરલ સર્જરી જેવા વિવિધ વિભાગોમાં નિષ્ણાત ડોક્ટરો દ્વારા સેવા આપવામાં આવશે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application