પ્રેમિકા સામે ચારિત્ર્ય અંગે શંકા કરતાં પ્રેમિકાએ મોબાઈલ બ્લોક કરી દીધો હોવાથી લીધું અંતિમ પગલું
જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના નિકાવા ગામમાં રહેતા મૂળ ઓરિસ્સાના વતની એવા પરપ્રાંતિય શ્રમિક યુવાને ગઈકાલે પોતાના સ્ટાફ ક્વાર્ટર ની બિલ્ડીંગ ની રેલિંગમાં સાલ બાંધી ગળાફાંસા દ્વારા આપઘાત કરી લીધો હતો. જે મામલે કાલાવડ ગ્રામ્ય પોલીસ વધુ તપાસ ચલાવે છે.
આ બનાવની વિગત એવી છે કે મૂળ ઓરિસ્સાના વતની અને હાલ કાલાવડ તાલુકાના નિકાવા ગામમાં એક ખાનગી કંપનીમાં ક્વાર્ટર્સમાં રહેતા દિપક લક્ષ્મીધર સાહુ નામના ૨૬ વર્ષના પરપ્રાંતિય શ્રમિક યુવાને પોતાના સ્ટાફ ક્વાર્ટર્સના બિલ્ડીંગ ની સીડીની રેલિંગમાં સાલ બાંધી ગળાફાંસા દ્વારા આપઘાત કરી લીધો હતો.
આ બનાવ અંગે તેની સાથે જ ક્વાર્ટર માં રહેતા સાગર મુન્ડાકટ્ટી ગોમાં મુંડાકટ્ટી લોહારે પોલીસને જાણ કરતાં કાલાવડ ગ્રામ્યનો પોલીસ કાફ્લો ઘટના સ્થળે દોડી ગયો હતો, અને મૃતદેહ નો કબજો સંભાળી પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસમાં જાહેર કરાયા અનુસાર મૃતક યુવાન કે જેને પોતાના વતનમાં રહેતી રુબી નામની યુવતી સાથે પ્રેમ સંબંધ હતો, પરંતુ છેલ્લા એકાદ મહિનાથી પોતાની પ્રેમિકા ના ચારિત્ર ઉપર શંકા કરતો હતો, અને અવાર નવાર મોબાઇલ ફોનમાં તેની સાથે ઝઘડો કરતો હતો.
જેથી ગઈકાલે પ્રેમિકા સાથે તકરાર થતાં પ્રેમિકાએ તેનો મોબાઇલ ફોન બ્લોક કરી નાખ્યો હતો. જેનું મનમાં લાગી આવતાં તેણે ગળાફાંસા દ્વારા આત્મહત્યાનું પગલું ભરી લીધું હતું. જે મામલે પોલીસ વધુ તપાસ ચલાવે છે.
***
જામનગરમાં શંકર ટેકરી વિસ્તારમાં રહેતા યુવાનનો રહસ્યમય સંજોગોમાં ગળાફાંસા દ્વારા આપઘાત
જામનગર માં શંકર ટેકરી સિદ્ધાર્થ કોલોની વિસ્તારમાં રહેતા એક યુવાને ગઈકાલે પોતાના ઘેર રહસ્યમય સંજોગોમાં ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી છે. જે મામલે પોલીસ તપાસ ચલાવે છે.
આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં શંકર ટેકરી નજીક સિદ્ધાર્થ કોલોની શેરી નંબર ૨૫-સી માં રહેતા રાહુલ જયેશભાઈ સોલંકી નામના યુવાને ગઈકાલે પોતાના ઘેર કોઈ અગમ્ય કારણોસર પંખા ના હુકમાં ઓછાડ બાંધી ગળાફાંસા દ્વારા આપઘાત કરી લીધો હતો.
આ બનાવ અંગે મૃતકના પિતા જયેશભાઈ મનજીભાઈ સોલંકીએ પોલીસને જાણ કરતાં સીટી સી. ડિવિઝનના પોલીસ હેડ કોન્સ્ટેબલ એચ. એ. પરમાર બનાવના સ્થળે પહોંચી ગયા હતા, અને મૃતદેહ નો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ કરાવ્યું હતું, જ્યારે તેણે કયા સંજોગોમાં આત્મહત્યાનું પગલું ભરી લીધું છે, તે જાણવા માટે ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationઅઝરબૈજાન વિમાન ક્રેશ માટે રશિયાના રાષ્ટ્રપતિ પુતિને માંગી માફી, 38 લોકોએ જીવ ગુમાવ્યા
December 28, 2024 11:00 PMઅઝરબૈજાન વિમાન ક્રેશ માટે રશિયાના રાષ્ટ્રપતિ પુતિને માંગી માફી, 38 લોકોએ જીવ ગુમાવ્યા
December 28, 2024 11:00 PMજામનગરઃ આ વર્ષે ખેલ મહાકુંભમાં ગત વર્ષ કરતા વધુ રજીસ્ટ્રેશન થયા
December 28, 2024 06:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech