વન વિભાગ દ્વારા જામનગરની માનસિક આરોગ્ય હોસ્પિટલના દર્દીઓ માટેનો ટ્રેકિંગ કેમ્પ યોજાયો

  • January 05, 2024 11:06 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર વન વિભાગ દ્વારા નાયબ વન સંરક્ષક આર.ધનપાલના માર્ગદર્શન હેઠળ માનસિક આરોગ્યની હોસ્પિટલ જામનગરના દર્દીઓ માટેનો દાંતા વીડી વિસ્તારનો ટ્રેકિંગ કેમ્પ યોજાયો હતો.જેમાં માનસિક આરોગ્ય અંગેની સારવાર લઈ રહેલા ૫૦ જેટલાં સભ્યોને પ્રકૃતિના દર્શન કરાવવાની સાથે વન અને પર્યાવરણ તથા વન વિભાગને લગતી અનેક રસપ્રદ વિગતોથી માહિતગાર કરાયા હતા.
આ કેમ્પમાં ટ્રેકિંગ કેમ્પની સાથે સાથે સંસ્કૃતિક કાર્યક્રમ અને વન ભોજન સહિતના આયોજનો પણ વન વિભાગ દ્વારા કરાયા હતાં. દર્દીઓને અલગ વાતાવરણ મળી રહે તેમજ તેઓને માનસિક શાંતિનો અનુભવ થાય તે પ્રકારની ફોરેસ્ટ હીલિંગ થેરાપી આપવાનો અનેરો પ્રયાસ આ કેમ્પના માધ્યમથી હાથ ધરાયો હતો. આ કેમ્પમાં આર.એફ.ઓ. એમ.ડી.બડીયાવદરા, રાઉન્ડ ફોરેસ્ટર જે.ડી. કંડોરીયા, વન વિભાગ તથા હોસ્પિટલનો સ્ટાફ વગેરેએ જોડાઈ સહયોગ પૂરો પાડ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application