30 અને 31 માર્ચના 130 જેટલા યુવાનો પ્રશિક્ષણ લેશે
જામનગર માં વિશ્ર્વ હિન્દુ પરિષદના બજરંગદળ આયામ દ્વારા આવતીકાલથી બે દિવસીય પ્રશિક્ષણ વર્ગ જોગી આશ્રમ ઠેબા ગામ પાસે યોજશે. આ વર્ગમાં યુવાનો લાઠીદાવ જેવા વિષયોનું પ્રશિક્ષણ મેળવશે.
વિશ્ર્વ હિન્દુ પરિષદના બજરંગદળ દ્વારા તા.30 અને તા.31 માર્ચ 2024 ના રોજ જોગી આશ્રમ ઠેબા ગામ પાસે બજરંગદળના યુવા કાર્યકર્તાઓ માટે બે દિવસીય પ્રશિક્ષણ વર્ગનું આયોજન કરવામાં આવ્યું છે. આ વર્ગમાં આશરે 130 જેટલા બજરંગદળના યુવાનોને યોગ, કસરત, અને લાઠીદાવ જેવા વિષયોની તાલીમ આપવામાં આવશે.
બજરંગદળના આ વર્ગમાં યુવાનોને શારીરિક પ્રશિક્ષણની સાથે સાથે વિશ્ર્વ હિન્દુ પરિષદના અધિકારીઓ દ્વાર બૌધિક વકતવ્યો અપવામાં આવશે. આ વર્ગનું ઉદઘાટન સત્ર તેમજ સમાપન સત્રમાં વિવિધ અધિકારીઓ ઉપસ્થિત રહેશે અને યુવનોને માર્ગદર્શન આપશે તેવું વિશ્ર્વ હિન્દુ પરિષદના જામનગરના જિલ્લા મંત્રી હેમંતસિંહ જાડેજાની યાદીમાં જણાવાયું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationગોકુલનગરમાં સતવારા સમાજની વાડી ખાતે રંગોળી સ્પર્ધા તથા સ્નેહ મિલન યોજાયો
November 19, 2024 11:00 AMકર્ણાટકના ઉડુપીમાં માઓવાદી નેતા વિક્રમ ગૌડાનું એન્કાઉન્ટર
November 19, 2024 11:00 AM૭૦૦ ઇરાની પરિવારોને ૪૮.૩૬ અબજ ડોલરનું વળતર આપવા અમેરિકાને ઈરાની કોર્ટનો હુકમ
November 19, 2024 10:59 AMઉપલેટાના પૂર્વ નગરપતિ ચંદ્રવાડિયાએ નેશનલ લેવલે જીત્યા ત્રણ ગોલ્ડ મેડલ
November 19, 2024 10:54 AMમણિપુરમાં સુરક્ષા દળોનું સર્ચ ઓપરેશન, 5 બંકર અને 2 બેરેક મળી આવ્યા
November 19, 2024 10:53 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech