જામજોધપુરમાંથી કાચ થી પાયેલા માંજા નું વેચાણ કરતા બે વિક્રેતાઓ પકડાયા
જામનગર જિલ્લાના કાલાવડ માંથી પ્લાસ્ટિકના દોરા નો વેચાણ કરી રહેલા એક વેપારી ની પોલીસ દ્વારા અટકાયત કરી લેવામાં આવી છે, જયારે જામજોધપુરમાંથી પ્રતિબંધિત કાચથી પાયેલા દોરા નું વેચાણ કરી રહેલા બે વિક્રેતાઓને પોલીસે ઝડપી લીધા છે.
કાલાવડમાં શીતલા કોલોની વિસ્તારમાં સીઝન સ્ટોર ચલાવતા લલિત બટુકભાઈ સોલંકી નામના વેપારીએ પોતાની દુકાનમાં ગેરકાયદે પ્લાસ્ટિકના દોરા નું વેચાણ ચાલુ રાખ્યું હોવાથી પોલીસે દરોડો પાડી તેની દુકાનમાંથી પ્લાસ્ટિકના દોરા સાથેની ચાર ચરખીઓ કબજે કરી લીધી છે, અને તેની સામે જિલ્લા કલેકટરના જાહેરનામાના ભંગ બદલ ગુનો નોંધ્યો છે.
આ ઉપરાંત જામજોધપુરમાં જકાતનાકા વિસ્તારમાંથી પ્રતિબંધિત કાચ થી પાયેલા માંજાનું વેચાણ કરી રહેલા બે વિક્રેતાઓ મયુર ધીરુભાઈ મકવાણા તેમજ મુકેશ સીદીભાઈ સોલંકી ને ઝડપી લીધા છે, અને તેઓ પાસેથી પ્રતિબંધિત ચરખી કબજે કરી લેવામાં આવી છે, અને તેઓ સામે પણ જિલ્લા કલેકટરના જાહેરનામાના ભંગ બદલ ગુનો નોંધવામાં આવ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationઝાંસી મેડિકલ કોલેજ અકસ્માત: તપાસ માટે 4 ડોક્ટરોની સ્પેશિયલ પેનલની રચના
November 16, 2024 08:01 PMમહારાષ્ટ્ર ચૂંટણીમાં ફરજ બજાવશે જામનગર હોમ ગાર્ડના જવાનો, રાત્રે ટ્રેન મારફતે થયા રવાના
November 16, 2024 05:58 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech