૧૦ વ્યક્તિ ઘાયલ: બે ની હાલત ગંભીર
જામનગર- ખંભાળિયા ધોરી માર્ગ પર કાનાલુસ ગામના પાટીયા પાસે મોડી સાંજે ખાનગી લક્ઝરી બસ પલટી મારીને રોડથી નીચે ઉતરી ગઈ હતી. જે બસની અંદર બેઠેલા મુસાફરો પૈકીના ૧૦ વ્યક્તિને નાની મોટી ઈજા થઈ છે, અને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે, જેમાં બે વ્યક્તિની હાલત ગંભીર ગણાવાઇ રહી છે. આ અકસ્માત બાદ ૧૦૮ ની ટીમ અને પોલીસ તંત્ર દોડતું થયું છે.
આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે જામનગર-ખંભાળિયા ધોરી માર્ગ પર કાનાલૂસ ગામના પાટીયા પાસે સાતેક વાગ્યાના અરસામાં એક ખાનગી લક્ઝરી બસ કે જે મોટી ખાવડી થી કેટલાક ખાનગી કંપનીના કર્મચારીઓને લઈને જામનગર તરફ આવી રહી હતી, જે બસ અકસ્માતે પલટી મારીને રોડથી નીચે ઉતરી ગઈ હતી.
આ અકસ્માતમાં બસની અંદર બેઠેલા મુસાફરોને નાની મોટી ઈજા થઈ હતી, અને ભારે અફડા તફડીનો માહોલ સર્જાયો હતો. સૌપ્રથમ ૧૦૮ ની ટીમને જાણ કરાતાં ૧૦૮ ની ટુકડી ઘટના સ્થળે પહોંચી હતી, તેમજ અન્ય ખાનગી કંપનીની એમ્બ્યુલન્સ પણ બનાવના સ્થળે પહોંચી હતી, અને સૌપ્રથમ ૧૦૮ ની ટીમે ચાર ઇજાગ્રસ્તો ને સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં પહોંચાડ્યા હતા, જેમાં બે વ્યક્તિની હાલત ગંભીર ગણાવાઇ રહી છે.
આ ઉપરાંત અન્ય છ વ્યક્તિને પણ નાની-મોટી ઈજા થઈ હોવાથી ખાનગી કંપનીની એમ્બ્યુલન્સ મારફતે સિક્કા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર માટે ખસેડાયા છે. આ અકસ્માતના બનાવની જાણ થતાં મેઘપર પોલીસ સ્ટેશન નો પોલીસ સ્ટાફ ઘટના સ્થળે, સિક્કા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં, અને જામનગરની જી.જી. હોસ્પિટલમાં પહોંચ્યો છે, અને વધુ તપાસ ચલાવાઈ રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationવડોદરા હિટ એન્ડ રન ઘટસ્ફોટ: રક્ષિત ચૌરસિયાએ ગાંજો પીને સર્જ્યો હતો અકસ્માત
April 04, 2025 09:12 PMજામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા ગુલાબનગર રોડ પર કરાયેલ ગેરકારે દબાણ દૂર કરવામાં આવ્યું
April 04, 2025 06:36 PMઅમદાવાદમાં વકફ સુધારા બિલનો વિરોધ, ‘સરમુખત્યારશાહી નહીં ચાલે’ના સુત્રોચ્ચાર, 50ની અટકાયત
April 04, 2025 05:52 PMઘરે જ સ્ટીમ ફેશિયલથી મેળવો ચમકતી ત્વચા, નહિ રહે પાર્લરમાં જવાની જરૂર
April 04, 2025 05:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech