કજુરડા ગામમાં મતદાન મથકને લગ્ન મંડપની જેમ શણગારાયું

  • May 08, 2024 10:56 AM 

ચૂંટણી તંત્ર દ્વારા સુચાં વ્યવસ્થા


દેવભૂમિ દ્વારકા જિલ્લામાં લોકસભા બેઠક સામાન્ય ચૂંટણી મુક્ત અને ન્યાયી વાતાવરણમાં યોજવા માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર  જી.ટી.પંડ્યાના નેતૃત્વમાં સમગ્ર ચૂંટણીતંત્ર દ્વારા તડામાર કામગીરી કરી રહ્યું છે.


આ સાથે મતદારોમાં મતદાન માટે ઉત્સાહ વધારવા જિલ્લા ચૂંટણીતંત્ર દ્વારા અનેકવિધ પ્રયાસો કરી રહ્યું છે. નાગરિકો ઉત્સાહથી મતદાન કરવા પ્રેરાય અને તેમને લોકશાહીની પ્રક્રિયામાં મતદાન થકી પોતાની મહત્વની સામેલગીરીનો અહેસાસ થાય તે માટે જિલ્લામાં મોડેલ, યુવા, દિવ્યાંગ મતદાન મથકો  મથકો બનાવામાં આવ્યા છે. આ મતદાન મથકોનો માહોલ જ એવો હશે કે કોઈને પણ સામેથી પોતાનો કિંમતી મત આપવા આવવાનું મન થઈ આવે!


એવું જ એક મોડેલ મતદાન મથક 81 ખંભાળિયા વિધાનસભા મત વિસ્તારમાં કજુરડા ગામે તૈયાર કરવામાં આવ્યું છે. મોડેલ મતદાન મથકમાં મતદારોને આવકારવા રેડ કાર્પેટ, પીવાનું પાણી, મતદાન સહાયતા કેન્દ્ર, વેઇટિંગ એરિયા, સેલ્ફી પોઇન્ટ,  તેમજ હિટવેવ આગાહીને પગલે છાસ વિતરણ સહિતની સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. મતદારો મતદાન કરવા પ્રેરાય તે માટે  મતદાન બુથ સહિત સમગ્ર પરિસરમાં લગ્નમંડપ જેવું ભવ્ય અને જાજરમાન સુશોભન કરવામાં આવ્યું છે.


ઉલ્લેખનીય છે કે, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જિલ્લામાં 14 સખી, 02 દિવ્યાંગ, 01 યુવા, 02 મોડેલ સહિત કુલ 19 ખાસ મતદાન મથકો તૈયાર કરવામાં આવ્યા છે. આ મતદાન મથકો સુશોભિત હોવાથી જે મતદાન માટે નાગરિકોનો ઉત્સાહ વધારશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application