જામનગરના એસ.ટી. ડેપો માંથી મુસાફરનો મોબાઈલ ચોરાયો

  • September 07, 2024 10:57 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ડેન્ટલ કોલેજની બોયઝ હોસ્ટેલમાં અભ્યાસ કરતા એક તબીબી વિદ્યાર્થીનું બાઈક ચોરાયું


જામનગરમાં વાહન ચોર ટોળકી તેમજ મોબાઇલ ફોનની ચોરી કરતા તસ્કરોની રંજાડ વધી છે. જામનગરના એસટી ડેપોમાંથી એક મુસાફરનો રૂપિયા ૨૫,૦૦૦ ની કિંમત નો મોબાઇલ ફોન ચોરાયો છે, જયારે ડેન્ટલ કોલેજમાં એક તબીબી વિદ્યાર્થીનું બાઈક ચોરી થઈ ગયું છે.


જામનગરમાં હરિયા સ્કૂલ પાસે રહેતા દિનેશ બુધિયાભાઈ મંગે નામના ૩૭ વર્ષના યુવાનનો એસટી ડેપો માંથી રૂપિયા ૨૫,૦૦૦ ની કિંમત નો મોબાઇલફોન ચોરી થઈ ગયા ની ફરિયાદ સીટી એ. ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે. જે મામલે પોલીસ સીસીટીવી કેમેરાના આધારે તપાસ ચલાવી રહી છે.


જામનગરની ડેન્ટલ કોલેજમાં અભ્યાસ કરતા મનન દેવેન્દ્રભાઈ નામના રાજગોર બ્રાહ્મણ વિદ્યાર્થી યુવાનણી રૂપિયા ૨૫,૦૦૦ ની કિંમત નું મોટરસાયકલ કોઈ તસ્કરો ચોરી કરી લઈ ગયા ની ફરિયાદ સીટી બી. ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવાઈ છે. જે મામલે પોલીસ તપાસ ચલાવે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application