ઝૂલેલાલ ભગવાનની જન્મજયંતિ (ચેટીચાંદ) નિમિતે સિંધી સમાજની મિટિંગ યોજાઈ

  • March 19, 2024 11:00 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

તા.૧૦ના રોજ સવારે આરતી, પ્રસાદ, સમુહલગ્ન પવિત, ભંડારા સહિતના કાર્યક્રમોનું આયોજન: બાઇક રેલી

આગામી ઝુલેલાલ જન્મજયંતી મહોત્સવ (ચેટીચાંદ) સિંધી નૂતન વર્ષની ધામધૂમ પૂર્વક યોજવા માટે ઝુલેલાલ મંડળ દ્વારા સમગ્ર સિંધી સમાજ જામનગરની મીટીંગ યોજાઇ હતી. દર વર્ષની જેમ રાબેતા મુજબ ચેટીચાંદ ઉપક્રમે બુધવાર તા.૧૦.૦૪.૨૦૨૪ ના રોજ સવારે ૦૫:૦૦ કલાકે આરતી તેમજ બ્રેડ-દૂધના પ્રસાદથી શરૂઆત થશે.
સવારે ૧૦:૦૦ કલાકે સમૂહ યજ્ઞોપવિતનો આયોજન શ્રી ઝુલેલાલ મંદિર જૂના રેલ્વે સ્ટેશન સામે શ્રી હરિદાસ જીવણદાસ લાલ ચેરીટેબલ ટ્રસ્ટ ( શ્રી જીતેન્દ્ર લાલ)ના ગ્રાઉન્ડમાં કરાયું છે. ત્યારબાદ સિંધી લાડા તેમજ ૧૨:૦૦ કલાકે પ્રસાદ (ભંડારા) આયોજન શ્રી ઝુલેલાલ મંદિર દ્વારા કરવામાં આવ્યું છે.
સવારે ૯:૦૦ કલાકે સિંધી યુવા સંગઠન દ્વારા આયોજિત સિંધી સમાજની બાઇક રેલી, જે સાધના ઝુલેલાલ મંદિરથી શરૂ થઈ શહેરના મુખ્ય માર્ગો પર નગરભ્રમણ કરી અને શ્રી ઝુલેલાલ ચોક ઝુલેલાલ મંદિર જૂના રેલ્વે સ્ટેશન પર પૂર્ણ થશે ત્યારે બાદ બપોરે ૦૪:૩૦ કલાકે નાનકપુરી સિંધી કોલોનીથી મંડળો, સંસ્થાઓ તેમજ સમાજના આગેવાનો સાથે ઝુલેલાલ ભગવાનના ભેરાણા સાહેબની વિવિધ ઝાંખીઓ સાથે ભવ્ય શોભાયાત્રાનું આયોજન ઝુલેલાલ મંડળ દ્વારા કરાયું છે.
 આ શોભાયાત્રા શહેરના મુખ્ય માર્ગો પર પસાર થઈ ઝુલેલાલ મંદિરે રાત્રે ૦૯:૦૦ કલાકે પૂર્ણ થશે શોભાયત્રામાં નીકળેલી ઝાંખીઓ તેમજ શહેરના માર્ગો પર સ્વાગત અને સ્ટોલ ઉભા કરશે. ત્યારબાદ ઝુલેલાલ મંડળ પર શોભાયાત્રામાં જોડાયેલ તમામ ઝાંખીઓના આયોજકોને શિલ્ડ આપી સમ્માનિત કરવામાં આવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application