જામનગરમાં ગાંજાનું વેચાણ કરતો શખ્સ ઝપટે ચડયો

  • January 11, 2024 11:23 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સુભાષપરા વિસ્તારમાં એસઓજી ત્રાટકી : 410 ગ્રામ માદક પદાર્થ કબ્જે


જામનગરની એસઓજીની ટુકડી શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી ત્યારે બાતમીના આધારે અહીંના શંકરટેકરી વિસ્તારમાં આવેલા સુભાષપરામાં એક શખ્સને ગાંજાનું વેચાણ કરતા પકડી લીધો હતો અને ગાંજો કયાથી મેળવ્યો એ અંગે પુછપરછ હાથ ધરી હતી.


જીલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ દ્વારા જીલ્લામાં નશીલા પદાર્થના વેપાર ઉપર રોક લગાવવા અને નશાખોરીરોકવા માટે નો ડ્રગ્સ ઇન જામનગર અભિયાન શ કરેલ જે અનુસંધાને એસઓજી પીઆઇ બી.એન. ચૌધરી, પીએસઆઇ જે.ડી. પરમાર, પીએસઆઇ એલ.એમ.ઝેરના માર્ગદર્શન મુજબ સ્ટાફના માણસો જામનગર શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.

દરમ્યાન સ્ટાફના બળભદ્રસિંહ જાડેજા, વિરેન્દ્રસિંહ જાડેજાને ખાનગી બાતમી મળેલ કે શંકરટેકરી, સુભાષપરા શેરી નં. 2માં રહેતા ઇમરાન શેરમામદ નોયડા પોતાના રહેણાંક મકાને બહારથી ગાંજો મંગાવી તેનુ વેચાણ કરે છે જેથી ત્યાં જઇ રેઇડ કરતા ઇસમને ગેરકાયદે માદક પદાર્થ ગાંજો 410 ગ્રામ કિ. 4100 તથા અન્ય મુદામાલ મળી કુલ કિ. 4850 સાથે પકડી પાડયો હતો આરોપી વિરુઘ્ધ સીટી-સીમાં એનડીપીએસ એકટ મુજબ ગુનો દાખલ કરાવેલ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application