નગરના આંગણે ફુલફાગ હોલી રસિયા ઉત્સવ : મોટી સંખ્યામાં વૈષ્ણવો જોડાયા

  • March 02, 2024 11:37 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પૃષ્ટિ સંપ્રદાયમાં વસંતપંચમીથી ધુળેટી સુધી ફુલફાગ હોલી રસિયા ઉત્સવ ઉજવવામાં આવે છે. ત્યારે જામનગરના મઘ્ય ગઇકાલે વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન દ્વારા વૈષ્વાચાર્ય પુજ્ય પાદ ગોસ્વામી ૧૦૮ વ્રજરાજકુમારજીના સાનિઘ્યમાં ફુલફાગ હોલી રસિયા ઉજવવામાં આવ્યો હતો. આશરે ૫૫૦ કિલો ફુલ સાથે વૈષ્ણવાચાર્ય દ્વારા વૈષ્ણવોને ફુલફાગનો લાભ મળ્યો હતો. અને વ્રજરાજકુમારજીના સ્વમુખેથી આશિર્વચનનો લાભ વૈષ્ણવોને મળ્યો હતો. તેમજ વીવાયઓ દ્વારા ચાલતા સત્સંગ મંડળો તેમજ કેન્દ્રોના બાળકો દ્વારા રસિયા તેમજ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. ઉપરાંત મનની શાંતિ, તણાવ, ચિંતામાં ઘટાડો અને દિવ્યતા સાથે સકારાત્મકતાનો અનુભવ કરતા સર્વે વૈષ્ણવોએ હરિનામ સંકર્તિનનો લાભ લીધો હતો. વ્રજરાજકુમારજી કહે છે કે, કળિયુગમાં પ્રભુનામ સંકિર્તન એ આત્મ કલ્યાણનું સરળ સાધન છે. ડર, ડિપ્રેશન, નકારાત્મક વિચારો દુર કરવાનું શ્રેષ્ઠ સાધન ભગવદનામ છે. આ પ્રસંગે વીવાયઓ જામનગરના પ્રુમખ જીતુભાઇ લાલ સહિત પુરી ટીમે જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ભરતભાઇ કાનાબાર દ્વારા કરવામાં આવ્યુ હતું. અને સર્વે વૈષ્ણવો એ હરિનામમાં લીન થઇને હોલી રસિયાનો લાભ લીધો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application