પતિએ ઝઘડો કરી થપ્પડો મારી દેતા પત્નીનો ઝેર પી આપઘાતનો પ્રયાસ

  • November 18, 2024 03:40 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

શહેરના જામનગર રોડ પર ઘંટેશ્વર ૨૫ વારિયા કવાર્ટરમાં રહેતી પરિણીતા સાથે પતિએ ઝઘડો કરી તેને થપ્પડ મારી દેતા આ બાબતે લાગી આવતા પત્નીએ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યેા હતો. જેથી તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. બાદમાં તેણે પતિ અને સાસુ સામે શારીરિક માનસિક ત્રાસ આપ્યાની ફરિયાદ નોંધાવી છે.
બનાવની જાણવા મળતી વિગતો મુજબ, ઘંટેશ્વર ૨૫ વારીયા કવાર્ટર નંબર ૫૦૧ માં રહેતી તેજલ ચમનભાઈ પરમાર (ઉ.વ ૨૬) નામની પરિણીતાએ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે પતિ ભાવેશ લાલજીભાઈ પરમાર અને પોરબંદરમાં રહેતા સાસુ હંસાબેન લાલજીભાઈના નામ આપ્યા છે.
પરિણીતાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેના પ્રથમ લ અરવિંદ મીણદિયા સાથે થયા હતા જેની સાથે છૂટાછેડા લીધા બાદ પાંચ વર્ષ પૂર્વે ભાવેશ સાથે લ કર્યા હતા પરિણીતાના સાસરિયાંઓ પોરબંદર રહે છે. પતિ ભાવેશ અવારનવાર બોલાચાલી ઝઘડો કરી પોરબંદર જતો રહેતો હતો સાસુ પણ ફોનમાં પરિણીતાને મેણા ટોણા મારી કહેતા હતા કે તું બીમાર હોય ભાવેશના બીજા લ કરવા છે પતિ યારે પણ પોરબંદરથી આવે ત્યારે ઝઘડાઓ કરતો હતો અને સાસુ પણ માનસિક ત્રાસ આપતા હતા.
શનિવાર રાત્રિના ભાવેશે કહ્યું હતું કે, મારા પર કેસ થયો છે. છતાં તું મારા નંબર કેમ બીજાને આપે છે તેમ કહી ઝઘડો કરી બે ચાર ઝાપટ મારી હતી. જે બાબતે પરિણીતાને મનમાં લાગી આવતા ઘઉંમાં નાખવાના ઝેરી ટીકડા પી લીધા હતા. બાદમાં તેને ઉલટીઓ થવા લાગી હતી આ સમયે તેના માતા કુસુમબેન અહીં આવી જતા ૧૦૮ મારફત સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા ત્યારબાદ પરિણીતાએ પતિ ભાવેશ અને સાસુ હંસાબેન સામે શારીરિક–માનસિક ત્રાસ આપ્યાની આ ફરિયાદ નોંધાવી છે જે અંગે વધુ તપાસ પી.એસ.આઇ ટી.ડી. જાડેજા ચલાવી રહ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application