જામનગર પશુપાલન વિભાગ તથા ગૌ સેવા મંડળના સંયુક્ત ઉપક્રમે જામજોધપુર ખાતે પશુ આરોગ્ય મેળાનું આયોજન કરાયું

  • December 25, 2024 12:26 PM 

જામનગર પશુપાલન વિભાગ તથા ગૌ સેવા મંડળના સંયુક્ત ઉપક્રમે જામજોધપુર ખાતે પશુ આરોગ્ય મેળાનું આયોજન કરાયું

૧૯૦ થી વધુ પશુઓને વિનામૂલ્યે સારવાર આપી કૃમિનાશક દવાઓનુ વિતરણ કરાયું

પશુપાલન શાખા, જિલ્લા પંચાયત જામનગર સંચાલિત પશુ દવાખાના જામજોધપુર તથા ગૌ સેવા મંડળ જામજોધપુરના સંયુક્ત ઉપક્ર્મે જામજોધપુર ગૌશાળા ખાતે મેજર પશુ આરોગ્ય મેળા (PAM)નું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમા કૂલ ૮૦ પશુપાલક લાભાર્થીઓના ૯૧ પશુઓને મેડિસિનલ, ૧૨ પશુઓને સર્જરી, ૨૭ પશુઓને ગાયનેકને લગતી વિનામૂલ્યે સારવાર આપવામાં આવી હતી. તથા ૧૦૦ જેટલા પશુઓને કૃમિનાશક દવાઓનુ વિનામૂલ્યે વિતરણ કરવામા આવ્યુ હતુ.તેમજ પશુપાલક લાભાર્થીઓને પશુપાલન ખાતા, ગુજરાત રાજ્યની વિવિધ સહાયકારી યોજનાઓ, પશુપાલક હિતલક્ષી સેક્સડ સીમેન ડોઝથી કૃત્રીમ બીજદાન વિશે સમજણ આપવામા આવી અને ૨૧મી પશુધન વસ્તી ગણતરીના વિશે માહિતી આપવામાં આવી હતી.તેમજ જામનગર જિલ્લા પ્રાણી ક્રુરતા નિવારણ સોસાયટી અને પ્રાણી ક્રુરતા અંગેના કાયદાઓ વિશે સૌને માહિતગાર કરવામાં આવ્યા હતા.

આ કેમ્પમાં પૂર્વ કૃષિ અને ઊર્જા મંત્રી શ્રી ચિમનભાઇ સાપરીયા, જામજોધપુર નગરપાલીકાના પૂર્વ પ્રમુખ નરેન્દ્રભાઇ કડીવાર તથા ખેરાજભાઇ ખાંટ, જામજોધપુર ગૌશાળા પ્રમુખ કાન્તિભાઇ રામોલીયા તથા પાંજરાપોળ પ્રમુખ સી.એમ.વાછાણી તથા નાયબ પશુપાલન નિયામક ડો.એ.સી.વિરાણી, ડો. હીતેષ કોરીંગા વેટરનરી પોલીક્લિનીક, ડો. હર્ષદ માવાણી, ડો.રાયદે ડાંગર વગેરેએ ઉપસ્થિત રહી પશુપાલકોને માર્ગદર્શન પુરુ પાડ્યુ હતુ.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application