માતાએ ઠપકો આપતાં મનમાં લાગી આવવાથી તળાવમાં ઝંપલાવી આપઘાત નો પ્રયાસ કર્યો
જામનગરમાં પવન ચક્કી વિસ્તારમાં રહેતી ૧૩ વર્ષ તરુણી વિદ્યાર્થીનીએ આજે બપોરે જામનગરના લાખોટા તળાવમાં જંપલાવી દઈ આપઘાત નો પ્રયાસ કર્યો હતો. જેને તળાવની પાળે ફરવા આવેલા પોરબંદરના સહેલાણી તેમજ ફાયર બ્રિગેડની ટીમેં બચાવી લઈ સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં પહોંચાડી હતી. માતાએ ઠપકો આપતા આ પગલું ભરી લીધા નું જાણવા મળી રહ્યું છે.
આ બનાવની વિગતે છે કે જામનગરમાં પવનચક્કી વિસ્તારમાં રહેતી સવિતાબેન કિરણભાઈ નામની ૧૩ વર્ષ ની તરુણી કે આજે બપોરે સ્કૂલે જવા માટે નીકળ્યા પછી તેણી ને મનમાં લાગી આવતાં તેણીએ લાખોટા તળાવના પાણીમાં ઝંપલાવી દીધું હતું.
જે દરમિયાન પોરબંદર થી જામનગર ફરવા માટે આવેલા સહેલાણીએ તેણીને બચાવવાનો પ્રયાસ કર્યો હતો, અને ફાયર બ્રિગેડને પણ જાણ કરી હતી.
ઉપરોક્ત સ્થળે પાણી ઓછું હોવાથી ફાયરની ટુકડી ઘટના સ્થળે દોડી ગઈ હતી, અને તેણીને બચાવી લઇ બહાર કાઢી લીધી હતી, અને સારવાર માટે જામનગરની જીજી હોસ્પિટલમાં પહોંચાડી હતી, હાલ તેણી સ્વસ્થ છે સમગ્ર મામલેસિટી એ ડિવિઝન પોલીસ વધુ તપાસ ચલાવે છે. તેની ની માતાએ ઠપકો આપતાં આ પગલું ભર્યું હોવાનું જાણવા મળી રહ્યું છે.
***
અકળ કારણોસર ખંભાળિયાની યુવતીએ ગળાફાંસો ખાઈ લેતા મૃત્યુ
અમદાવાદના બાપુનગર વિસ્તારમાં રહેતા શીતલબા જયદતસિંહ વાઘેલા નામના ૩૨ વર્ષના મહિલાએ રવિવાર તા. ૧૪ ના રોજ કોઈ અગમ્ય કારણોસર પોતાના હાથે છતના પંખામાં સાડી વડે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હોવાનું ખુલવા પામ્યું છે. આ અંગે ખંભાળિયાની બંગલાવાડી, શેરી નંબર ૩ ખાતે રહેતા શક્તિસિંહ કનકસિંહ પરમાર (ઉ.વ. ૩૦) એ અહીંની પોલીસને જાણ કરતા આ અંગે પી.એસ.આઈ. આઈ.આઈ. નોયડા દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.
***
અકસ્માતે કુવામાં પટકાયેલા ભોપલકાના આધેડનું મૃત્યુ
કલ્યાણપુર તાલુકાના ભોપલકા ગામે રહેતા અમરસંગ જાડેજા નામના ૫૫ વર્ષના દરબાર આધેડ ગત તારીખ ૧૧ ના રોજ તેમની વાડીમાં આવેલા કુવામાં રહેલું પાણી જોવા જતા જે ભારોટ પર તેઓ ચડ્યા હતા, તે ભારોટ એકાએક તૂટી પડતા તેઓ નીચે પટકાઈ પડ્યા હતા. જેથી તેમને શરીરના જુદા જુદા ભાગોમાં ગંભીર ઈજાઓ થતા તેમનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. આ અંગેની જાણ માનુભા વાઘુભા જાડેજાએ સ્થાનિક પોલીસને કરી છે.
***
કાલાવડ તાલુકાના નવાગામના એક વેપારીનું હૃદય બંધ પડી જતાં અપમૃત્યુ
જામનગર જિલ્લામાં હાર્ટ એટેકના બનાવમાં દિન પ્રતિ દિન વધારો થઈ રહ્યો છે, અને કાલાવડ તાલુકાના નવાગામના એક વેપારીનું હૃદય બંધ પડી જવાના કારણે અપ મૃત્યુ થયું છે.
આ બનાવની વિગત એવી છે કે કાલાવડ તાલુકાના નવાગામમાં રહેતા અને પાન -ઠંડા પીણાંની દુકાન ચલાવતા મુકેશભાઈ વલ્લભભાઈ અકબરી નામના ૪૮ વર્ષના વેપારી યુવાન કે જેઓને આજે સવારે એકાએક છાતીમાં દુ:ખાવો ઉપડ્યો હતો, અને તેઓને સારવાર માટે કાલાવડની સરકારી હોસ્પિટલમાં લઈ જવાયા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેઓનું હૃદય રોગનો હુમલો આવવાના કારણે મૃત્યુ નીપજ્યું હોવાનું જાહેર કરાયું હતું.
આ બનાવ અંગે મૃતકના નાના ભાઈ ભાવેશભાઈ વલ્લભભાઈ અકબરીએ પોલીસને જાણ કરતાં કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનના પોલીસ હેડ કોન્સ્ટેબલ જી.આઇ. જેઠવા એ મૃતદેહ નો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ કરાવ્યું છે, અને વધુ તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationઝાંસી મેડિકલ કોલેજ અકસ્માત: તપાસ માટે 4 ડોક્ટરોની સ્પેશિયલ પેનલની રચના
November 16, 2024 08:01 PMમહારાષ્ટ્ર ચૂંટણીમાં ફરજ બજાવશે જામનગર હોમ ગાર્ડના જવાનો, રાત્રે ટ્રેન મારફતે થયા રવાના
November 16, 2024 05:58 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech