જામનગરમાં સાંઇયુગ એન્ટરપ્રાઇઝના નામે ધંધો કરતા મિતલબેન ભદ્રેશભાઇ પંડયા દ્વારા અમદાવાદની પેઢી સુર્યાસપાવર ઇન્કા પ્રાઇવેટ લીમીટેડ કંપનીએ તેઓને જેટકો કંપની પાવર લાઈનનું સીવીલ વર્કનું ફાઉન્ડેશનનું કામ આપેલ હતું તે કોન્ટ્રાક્ટ રાખી તે કામ પુર્ણ કરેલ અને તેના બીલો પણ કંપનીને આપેલ અને કંપની દ્વારા પાર્ટ પેમેન્ટ કર્યા બાદ રૂા.૬,૧૨.૩૭૪ બાકી નિકળતા હતા તે દેવામાં ઠાગા કરતા કંપનીના સાઇડ ઇનચાર્જ જીગ્નેશભાઈ સોલકીને અવાર નવાર કહેવા છતાં કંપનીએ પેમેન્ટ નહી કરતા વાદી મીતલબેન દ્વારા તેમના વકીલ ચંદ્રેશ એન મોતા મારફતે લીગલ નોટીશ પાઠવેલ.
જે લીગલ નોટીશ મળતા કંપની દ્વારા કુલ રકમ પૈકી રૂા.૨.૮૦,૦૦૦ વાદીને ખાતામા જમા કરાવેલ અને બાકીની રકમ રૂ।.૩,૩૨,૩૭૪ ચુકવેલ નહીં જે લીગલ નોટીશ બાદ પણ આ રકમ ચુકવવામાં નહી આવતા વાદી મીતલબેન દ્વારા જામનગર સીવીલ કોર્ટમા તેઓની લેણી રકમ રૂ।.૩,૩૨,૩૭૪ વ્યાજ સહીત વસુલવા માટે દાવો કરેલ જે દાવો ચાલી જતા વાદીના વકીલ તરફે રજુ કરવામાં આવેલ દસ્તાવેજી પુરાવો તથા વાદીની દલીલો ધ્યાને લઈ સીવીલ કોર્ટ દ્વારા વાદીનો દાવો મંજુર કરવામાં આવેલ અને સુર્યાપાવર ઇન્ફા પ્રાઇવેટ લીમીટેડે વાદીની બાકી રકમ રૂ।. ૩.૩૨,૩૭૪ ૬% વ્યાજ સાથે વાદીને ચુકવી આપવાનો અને વાદીને થયેલ ખર્ચ પણ પ્રતિવાદીએ ચુકવવાનો તેવો હુકમ કરેલ છે.
આ કેસમા વાદી સાંઇયુગ એન્ટરપ્રાઇઝ ના વકીલ તરીકે ચંદ્રેશ એન. મોતા તથા મૈત્રી એમ. ભુત તથા એસ. એફ. દલ રોકાયેલા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationનાઈજીરીયામાં પીએમ મોદીને મળીને ભારતીયો થયા ગદગદ, 17 વર્ષમાં ભારતીય પીએમની આ દેશની પ્રથમ મુલાકાત
November 17, 2024 10:25 AMઝાંસી મેડિકલ કોલેજ અકસ્માત: તપાસ માટે 4 ડોક્ટરોની સ્પેશિયલ પેનલની રચના
November 16, 2024 08:01 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech