જામનગર : જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર એચ.એચ.ભાયાના માર્ગદર્શન હેઠળ પીસીપીએનડીટી સમિતિની બેઠક અને વર્કશોપનું આયોજન

  • February 26, 2025 11:40 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર જિલ્લાના ડીસ્ટ્રીકટ એપ્રોપીએટ ઓથોરિટી અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર એચ.એચ.ભાયાના માર્ગદર્શન હેઠળ આજરોજ પીસીપીએનડીટી સમિતિની બેઠક અને વર્કશોપનું આયોજન કરવામાં આવેલ હતુ


જેમાં જામનગરના તમામ નિષ્ણાંત ડોક્ટરો, ગાયનેકોલોજિસ્ટ, રેડિયોલોજિસ્ટ તથા જે લોકો સોનોગ્રાફી મશીન નો ઉપયોગ કરતા હોય તેવા તમામ ડોક્ટરો માટે કાયદાની જાણકારી અને રેકોર્ડ જાળવણી તથા બેટી બચાવો જેવા અભિયાનમાં પૂર્ણ સહયોગ મળે તે માટે આ વર્કશોપનું આયોજન કરવામાં આવેલ હતું.



આજના સમયની માંગ પ્રમાણે દીકરો દિકરી એક સમાન ની ભાવના સાથે જ્યારે બેટીઓને આગળ લાવવા માટે સતત પ્રયત્નો થઈ રહ્યા છે ત્યારે તેમાં અનુભવી અને નિષ્ણાંત ડોક્ટરો દ્વારા આ અભિયાનમાં સહયોગ આપે તેમ જ પીસીપીએનડીટી કાયદાની અમલવારી ચુસ્તપણે થાય તે માટેનું માર્ગદર્શન CDHO ડોક્ટર એચ એચ ભાયા અને RCHO ડોક્ટર નૂપુરપ્રસાદ,ડો. નલિની આનંદ અને ડો.દીપક ભગદે જેવા સિનિયર અધિકારી અને તબીબોએ ઉપસ્થિત તબીબી સમુદાયને માર્ગદર્શન આપેલ.



આ તકે સરકારી વકીલ શ્રી જમનભાઈ ભંડેરી દ્વારા કાયદાકીય માર્ગદર્શન અને સલાહ સૂચન આપવામાં આવેલ હતી.


આ​​​​​​​ વર્કશોપમાં જીજી હોસ્પિટલના અધિક્ષક ડોક્ટર દીપક તિવારી સાહેબ, જિલ્લા ક્ષય અધિકારી ડો.પંકજ કુમાર, ડો.રાજેશ ગુપ્તા, ડૉ.જયેશ પટેલ, ડો.પી ડી પરમાર તેમજ આરોગ્ય સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.


આ કાર્યક્રમનું સંચાલન જિલ્લા આઈઈસી અધિકારી નીરજ મોદી દ્વારા સુંદર અને મૌલિકતાસભર રીતે કરવામાં આવેલ હતું





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application