કોસ્ટલ ક્લાયમેટ રેસીલીયન્સ પ્રોજેક્ટ: આગાખાન એજન્સી ફોર હેબિટાટ ઇન્ડીયા તથા એચડીએફસી બેંક પરિવર્તન દ્વારા પર્યાવરણલક્ષી અભિયાન
આગાખાન એજન્સી ફોર હેબિટાટ ઇન્ડીયા (એ.કે.એ.એચ. ઇન્ડીયા) તથા એચડીએફસી બેંક પરિવર્તન દ્વારા જામનગર જિલ્લાનાં દરીયાકાંઠે જળવાયુ પરિવર્તનને અનુલક્ષીને પકોસ્ટલ ક્લાયમેટ રેસીલીયન્સ પ્રોજેક્ટથ અંતર્ગત ૧૫ ગ્રામ્ય વિસ્તારમાં ચેરનાં લાખો વૃક્ષોનું વાવેતરનું અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.
જોડીયા તાલુકાનાં ૧૦ ગામ તથા જામનગર તાલુકાનાં ૫ ગામ સહિત દરીયાકાંડાનાં કુલ ૧૫ ગામમાં ચેરનાં ૯ લાખ વૃક્ષનું વાવેતર કરવામાં આવશે. મિયાવાકી પદ્ધતિથી ૨ લાખ વૃક્ષ ઉછેરવામાં આવશે તેમજ ચેરનાં વૃક્ષોની વૃદ્ધી અને મૂલ્યાંકન માટે ઇન્ટરનેટ ઓફ થિંગ્સ (આઇ.ઓ.ટી.) સેન્ટર પણ કાર્યરત થશે.
આ પ્રોજેક્ટ અંતર્ગત સમાવાયેલા ૧૫ ગ્રામ્ય વિસ્તારોમાં કુલ ૧૫૦ સોલાર સ્ટ્રીટલાઇટ લગાડવામાં આવશે. ગ્રામ્ય સ્તરની જૈવવિવિધતા સમિતિઓની સ્થાપના કરી સરકારી તથા ખાનગી ક્ષેત્રની સંસ્થાઓને સામેલ કરી દરીયાકાંઠાનાં વ્યવસ્થાપન પદ્ધતિ અને વ્યવહારમાં ઇકોસિસ્ટમ આધારીત અનુકૂલનને મુખ્ય પ્રવાહમાં લાવવાનો પ્રયાસ કરવામાં આવશે.
આગાખાન એજન્સી ફોર હેબિટાટ ઇન્ડીયાનાં સીઇઓ પ્રેરણા લાંગાનાં જણાવ્યાનુસાર એચડીએફસી બેંક પરિવર્તન સાથેનો કોસ્ટલ ક્લાયમેટ રેસીલીયન્સ પ્રોજેક્ટ માત્ર પર્યાવરણની જરૂરિયાત નથી પરંતુ દરીયાકાંઠાની સ્થિતિસ્થાપકતાનાં નિર્માણ પ્રત્યે આગાખાન એજન્સી ફોર હેબિટાટ ઇન્ડીયાની પ્રતિબદ્ધતાનો દ્યોતક પણ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationભરૂચ: ઈકો અને ટ્રક વચ્ચે અકસ્માતમાં 6નાં મોત, ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ
November 19, 2024 12:15 AMરશિયન બેલિસ્ટિક મિસાઇલોએ યુક્રેનમાં વિનાશ વેર્યો, 11 માર્યા ગયા અને 84 ઘાયલ, 15 ઈમારતોને નુકસાન
November 18, 2024 08:14 PMDelhi-NCR Air Pollution: 300 થી વધુ ફ્લાઇટ્સને અસર, વિમાનો હવામાં ચક્કર લગાવતા રહ્યા
November 18, 2024 08:12 PMગેંગસ્ટર લોરેન્સનો ભાઈ અનમોલ બિશ્નોઈ USમાં ઝડપાયો, સલમાનના ઘરે ફાયરિંગ કેસ સાથે જોડાયેલ છે તાર
November 18, 2024 08:10 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech