જામનગર તા.૧૮ ફેબ્રુઆરી, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ જામનગર હસ્તકની શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ કે જેમના માતા-પિતા હયાત ન હોય, પિતા હયાત ન હોય અથવા માતા હયાત ન હોય તેવા ૪૦૫ બાળકો માટે રાજય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાતી એન.એમ.એમ.એસ. પરીક્ષાની પૂર્વ તૈયારીના ભાગરૂપે વિદ્યાર્થીઓને જરૂરી માર્ગદર્શન સાથે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ જામનગર દ્વારા લેવામાં આવેલ સેન્ટ્રલાઈઝ પરીક્ષામાં ઉત્કૃષ્ટ દેખાવ કરનાર ૬૧ બાળકોને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા શૈક્ષણિક કીટ અર્પણ કરી સન્માનિત કરાયા હતા.
એસ.બી.આઈ. ગાંધીનગર હેડ ઓફીસથી ઉપસ્થિત રહેલ જનરલ મેનેજર ગોપાલભાઈ ઝા ના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવેલ આ કાર્યક્રમમાં એસ.બી.આઈ. બેંકના ડે.જનરલ મેનેજર આશુતોષભાઈ શર્મા ( રાજકોટ ), આસી. જનરલ મેનેજર ભુપેન્દ્રભાઈ રામાણી તથા બ્રજેશકુમાર વગેરે બેંકના અધિકારીઓ તથા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ જામનગરના ચેરમેન પરસોતમભાઈ કકનાણી, વાઈસ ચેરમેન દિનેશભાઈ દેસાઈ, શાસનાધિકારી ફાલ્ગુનીબેન પટેલ, સમિતિના સભ્યઓ સર્વ પ્રજ્ઞાબા સોઢા, મુકેશભાઈ વસોયા, બીમલભાઈ સોનછાત્રા, ન.પ્રા.શિ.સ. શિક્ષક સંઘના પ્રમુખ ચંદ્રકાંતભાઈ ખાખરીયા વિગેરેની ઉપસ્થિતિમાં વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ વિતરણ કરવામાં આવી હતી.
આ પ્રસંગે ચેરમેન પરસોતમભાઈ કકનાણીએ મહેમાનોને શાબ્દિક સ્વાગત વડે આવકાર્યા હતા. જ્યારે શાસનાધિકારી ફાલ્ગુનીબેન પટેલ દ્વારા સમગ્ર કાર્યક્રમની રૂપરેખા રજૂ કરવામાં આવેલ તેમજ સમિતિના બાળકોને આ પ્રકારનો માનવિય સહયોગ આપવા બદલ એસ.બી.આઈ.ના અધિકારીશ્રીઓનું સાલ તથા મોમેન્ટો વડે સન્માન કરી વિશેષ આભાર માનવામાં આવેલ.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationગુજરાતમાં ગરમીનો પ્રકોપ યથાવત: રાજકોટ 42 ડિગ્રી સાથે સૌથી ગરમ, સાત શહેરોમાં 40ને પાર
April 21, 2025 08:34 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech