ખંભાળિયામાં 56.52, દ્વારકામાં 53.46 ટકા મતદાન નોંધાયું
સમગ્ર દેશમાં યોજાયેલી લોકસભાની ચૂંટણીના ત્રીજા ચરણમાં ગઈકાલે મંગળવારે ગુજરાતની 25 બેઠક પર મતદાન યોજાયું હતું. જેમાં 12 - જામનગર લોકસભા હેઠળ આવતા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સરેરાશ 55 ટકા જેટલું મતદાન થયું છે. ગત વર્ષ કરતાં ઓછા થયેલા આ મતદાન છતાં પણ ભાજપ તરફથી વધુ મતદાન થયું હોવાનો મત જાણકારો દ્વારા વ્યક્ત કરવામાં આવી રહ્યો છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા - ભાણવડ વિધાનસભા મતવિસ્તારમાં કુલ 305059 પૈકી 172413 મતદારોએ તેમજ દ્વારકા વિધાનસભા મતવિસ્તાર હેઠળના દ્વારકા અને કલ્યાણપુર તાલુકાના કુલ 295099 પૈકી 157765 મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.
જિલ્લામાં ખંભાળિયા વિસ્તારના 62.02 ટકા પુરુષ, 50.79 ટકા સ્ત્રી તેમજ 58.33 અન્ય મળી 56.52 મતદાન નોંધાયું હતું. આ જ રીતે દ્વારકા વિધાનસભા મતવિસ્તારમાં 59.88 ટકા પુરુષ, 46.66 ટકા સ્ત્રી તેમજ 25 ટકા અન્ય મળી 53.46 મતદાન જિલ્લાના તમામ ચાર તાલુકાઓ અને બે વિધાનસભા બેઠક મળી કુલ 3,30,178 મતો પડ્યા હતા અને અંદાજિત 55 ટકા જેટલું સરેરાશ મતદાન થવા પામ્યું છે.
જિલ્લાના તમામ 634 બુથ પરના ઈ.વી.એમ. તેમજ વી.વી. પેટ મશીનોને મોડી રાત્રે સુધી અહીંના સ્થાનિક મથકે લવાયા બાદ જામનગર હરિયા કોલેજના સ્ટ્રોંગ રૂમ ખાતે મોકલવાની તજવીજ કરવામાં આવી હતી. જે મોડી રાત્રી સુધી ચાલી હતી.
ગઈકાલે મંગળવારે હિટવેવના માહોલ વચ્ચે મતદારોને મતદાન સુધી લઈ આવવા માટે ઉમેદવારોના ટેકેદારો તેમજ સરકારી તંત્રને પરસેવો આવી ગયો હતો તેમ પ્રારંભમાં નીરસ મતદાન રહ્યું હતું. પ્રાથમિક અંદાજ મુજબ ગ્રામ્ય વિસ્તારોમાં મતદાન સારું રહ્યું છે અને આ પરિસ્થિતિમાં વિવિધ કારણોસર ભાજપને જિલ્લામાંથી લીડ મળશે તેવી સંભાવનાઓ રાજકીય પંડિતો માંડી રહ્યા છે. એકંદરે નિરાશ છતાં શાંતિપૂર્ણ રીતે મતદાન થયું હતું અને કોઈ અનિચ્છની બનાવ બન્યો ન હતો. મતદાનની તમામ પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થતાં જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર જી.ટી. પંડ્યા તેમજ જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેય દ્વારા સરકારી તંત્ર તેમજ આમ જનતાનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationબોખીરા ની આવાસ યોજનાના ફ્લેટનું સમારકામ નહીં થાય તો મોતનું રચાશે તાંડવ
November 20, 2024 10:04 AMCCTV : રાજકોટના મવડી રોડ પર ઓમનગરમાં પૈસાની લેતી દેતી મામલે કેટરર્સના સંચાલક પર હુમલો
November 20, 2024 09:56 AMતાવડે પછી શિંદે જૂથના નેતાનું રોકડ કૌભાંડ! સંજય નિરુપમની કારમાંથી મળી આવ્યા કરોડો રૂપિયા
November 20, 2024 08:49 AMલાંચ કેસમાં FCI રાજકોટના અધિકારી સહિત બેને 3 વર્ષની સજા
November 19, 2024 11:41 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech