દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પ્રાથમિક શાળાના ૨૧૧૩ શિક્ષકો પગારથી વંચિત

  • April 21, 2026 05:12 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પ્રાથમિક શાળાના ૨૧૧૩ શિક્ષકો પગારથી વંચિત 


રાજય સરકાર દ્વારા ૧૧ એપ્રિલે માર્ચ પેઇડ એપ્રિલ માસના પગાર અંગેની ગ્રાન્ટ જિલ્લામાં અપાય છે પરંતુ હજુ સુધી શિક્ષકોના ખાતામાં પગાર જમા ન થતા કચવાટ


દેવભૂમિ દ્વારકા જિલ્લાના પ્રાથમિક શિક્ષકો આજદિન સુધી પગારથી વંચિત રહ્યા છે. રાજ્ય સરકાર દ્વારા માર્ચ પેઈડ એપ્રિલ માસના પગાર અંગેની ગ્રાન્ટ જિલ્લા હવાલે તારીખ ૧૧ એપ્રિલ ૨૦૨૬ ના રોજ આપેલ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા દસ દિવસ જેવો સમય પસાર થવા છતાં દરેક તાલુકા સુધી પગારના ચેક ઇસ્યુ કરવામાં આવ્યા નથી. દરેક તાલુકામાં ચેક મળ્યે બે દિવસ પછી શિક્ષકોના ખાતામાં આ રકમ જમા થાય છે.


આમ, કચેરી દ્વારા ફરજમાં કથિત બેદરકારીના કારણે આશરે ૨૧૧૩ જેટલા પ્રાથમિક શિક્ષકો પગારથી વંચિત બની રહ્યા છે. જેથી શિક્ષકોને ખૂબ મોટું આર્થિક નુકસાન ભોગવવું પડે છે. આ અંગેની રજૂઆત રૂબરૂ મળીને જિલ્લા વિકાસ અધિકારીને દેવભૂમિ દ્વારકા જિલ્લા શૈક્ષિક મહાસંઘની ટીમ દ્વારા રજૂઆત કરવામાં આવી છે અને જિલ્લામાં દર મહિને નિયમિત પગાર મળે તે અંગે યોગ્ય કરવા માંગ કરાઈ છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application
Recent News