જામનગર મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા શહેરના નાગરીકોને આરોગ્યની સેવાઓ મળી રહે તે માટે, કમિશ્નર ના માર્ગદર્શનમાં ઓ.પી.ડી. સેવાઓ ને સુદ્રઢ કરવામાં આવી છે.
શહેરમા ગઇકાલે કરવામાં આવેલ આરોગ્ય વિષયક કામગીરી મા ૧૨ આરોગ્ય કેન્દ્રમાં ૧૭૭૬ દર્દીઓમાં સામાન્ય ઝાડા ના ૪૦ શરદી-ઉધરસના-૨૮૩ , સામાન્ય તાવના - ૨૩ કેસ જોવા મળ્યાં હતાં હેલ્થ અને વેલનેસ સેન્ટરની ઓ.પી.ડી.માં ૧૧૮૩ લોકોએ લાભ લીધો. આમ ગઇકાલે શહેરના કુલ ૩૧૭૩ લોકો એ ઓ.પી.ડી. સેવાનો લાભ લીધો.
ઓ.પી.ડી સેવાઓ દરમિયાન લોકજાગૃતિ આવે તે માટે મુલાકાતે આવતા દર્દીઓને પાણીજન્ય રોગચાળા તથા વાહકજન્ય રોગચાળાથી બચવા અંગેની પત્રિકાઓનું તથા ક્લોરીન ટેબ્લેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. શહેરમાં અલગ-અલગ ૯૨ જગ્યાઓએથી આરોગ્ય વર્કર દ્વારા રેસીડયુલ ક્લોરીન ચેક કરવામાં આવ્યું, જેમાં તમામ જગ્યાએ ૦.૨ થી ૦.૫ જેટલો રેસીડ્યુલ ક્લોરીન જોવા મળ્યો હતું . ૧૩૭૬૧ જેટલી ક્લોરીનની ગોળી તથા ૨૯૬ ઓ.આર.એસ.ના પેકેટનું વિતરણ કરવામાં આવેલ.
વાહકજન્ય રોગચાળા નિયંત્રણ અંગે કરવામાં આવેલ કામગીરીની વિગત જોઈએ તો શહેરમાં મચ્છરજન્યરોગો જેવા કે, મેલેરિયા, ડેન્ગ્યુ, ચીકુનગુનિયાનાં કેસોને નિયંત્રણમાં રાખી શકાય તથા મચ્છરની ઉત્પતિને નિયંત્રિત કરી શકાય, તે માટે પગલાં લેવામાં આવી રહ્યા છે.
તા.૯-૦૯-૨૦૨૪ નાં રોજ આરોગ્ય કેન્દ્રની ૪૬ ટીમ દ્વારા ૬૧૨૪૨ ની વસ્તી અને , ૧૫૦૨૦ ઘર ની મુલાકાત મા ૭૬૩૦૨ પાણી નાં પાત્રો ની ચકાસણી કરવામાં આવી હતી.ઉપરોક્ત ઘરો માં થી સામન્ય તાવના ૧૪૯ કેસ મળેલ, જેમને સ્થળ પર સારવાર આપવામાં આવેલ. ઉપરોક્ત ઘરોમાંથી ૩૭૩ ઘરોમાં ૪૦૧ પાણીનાં પાત્રોમાં મચ્છરનાં પોરા જોવા મળેલ, જેનો નાશ કરવામાં આવેલ.
પાણીના પાત્રોમાંથી મચ્છરની ઉત્પતિ અટકાવી શકાય તે માટે ૧૦૦૩૮ પાત્રોમાં એબેટ નામની દવા નાખવામાં આવેલ તથા ૧૯૩૨ પાત્રો માંથી પાણી ખાલી કરાવાયુ હતું. ૪૬ સેલર માં પાણી ભરેલા જોવા મળતા તેમાં જંતુનાશક દવાનો છંટકાવ કરવામાં આવ્યો.હતો.અને એ એસ આઇ ની જરૂરિયાત મુજબ ૩૦૦૦ કિલો જંતુનાશક દવા નો જથ્થો આપવામાં આવ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationબગસરાના હડાળા પાસે પરિવારને અકસ્માત નડયો: ૧ મોત ૧૫ને ઇજા
November 18, 2024 11:55 AMકાશ્મીરમાં હિમવર્ષાના પગલે શિયાળાનું આગમન: હજુ ઠંડી વધશે
November 18, 2024 11:53 AMગોંડલ યાર્ડમાં સિઝનની પ્રથમ મરચાની આવક મુહર્તમાં રેકોર્ડબ્રેક ભાવ રૂા.૨૩,૧૧૩ સુધી બોલાયા
November 18, 2024 11:52 AMપાકિસ્તાનમાં એકયુઆઈ ૨,૦૦૦ને પાર: એક જ મહિનામાં ૨૦ લાખ લોકો હોસ્પિટલમાં ભરતી
November 18, 2024 11:50 AMમહારાષ્ટ્ર્ર અને ઝારખંડમાં આજે પ્રચાર પડઘમ થશે શાંત: ૨૦મીએ મતદાન
November 18, 2024 11:48 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech