મહારાષ્ટ્ર્ર અને ઝારખંડમાં આજે પ્રચાર પડઘમ થશે શાંત: ૨૦મીએ મતદાન

  • November 18, 2024 11:47 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મહારાષ્ટ્ર્ર અને ઝારખડં વિધાનસભા અને પેટાચૂંટણીના પ્રચારનો આજે છેલ્લો દિવસ છે. આજે સાંજે દરેક જગ્યાએ પ્રચારનો ઘોંઘાટ બધં થઈ જશે. ચૂંટણી પ્રચારના અંતિમ દિવસે તમામ પક્ષોના નેતાઓ પુરી તાકાતથી પ્રચાર કરશે. કેન્દ્રીય મંત્રી અને ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા મહારાષ્ટ્ર્રમાં પ્રચાર કરશે. નડ્ડા થાણે, સોલાપુર અને અહમદનગરમાં જાહેર સભાઓને સંબોધશે અને ભાજપના ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર કરશે.
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીની આજે ગોંદિયા અને નાગપુરમાં રેલીઓ છે. લોકસભામાં વિપક્ષના નેતા રાહત્પલ ગાંધી આજે મુંબઈમાં પ્રેસ કોન્ફરન્સ કરશે. મહારાષ્ટ્ર્રમાં ૨૮૮ વિધાનસભા બેઠકો છે, જેના પર ૨૦મી નવેમ્બરે મતદાન થવાનું છે અને પરિણામ ૨૩મી નવેમ્બરે જાહેર કરવામાં આવશે. જયારે ઝારખંડમાં, કેન્દ્રીય કૃષિ પ્રધાન શિવરાજ સિંહ ચૌહાણ અને આસામના સીએમ હિમંતા બિસ્વા શર્મા ઘણા વિધાનસભા ક્ષેત્રોમાં રોડ શો અને જાહેર સભાઓને સંબોધિત કરશે. એમપી સીએમ મોહન યાદવે મહારાષ્ટ્ર્રમાં મહાગઠબંધનની સરકાર બનાવવાનો દાવો કર્યેા છે.
સાથે જ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે ભાજપને દેશની ચિંતા નથી. કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાનનું કહેવું છે કે બેવડી સરકારમાં લોકોનો વિશ્વાસ વધી રહ્યો છે અને લોકો ઈચ્છે છે કે આવનારા દિવસોમાં ડબલ એન્જિન સરકાર ચાલુ રહે.
કોંગ્રેસ નેતા રાહત્પલ ગાંધી આજે મુંબઈમાં પ્રેસ કોન્ફરન્સ કરશે. આ સાથે જ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી ગોંદિયા અને નાગપુરમાં બે જાહેરસભાઓને સંબોધિત કરશે. ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા નવી મુંબઈ સોલાપુર અને અહમદનગરમાં પાર્ટી માટે પ્રચાર કરશે. આ સિવાય મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવ મુંબઈમાં ૩ રોડ શો યોજીને સમર્થન એકત્ર કરશે. તેમના રોડ શો કાલીના, ધારાવી અને સાયનમાં થશે.
ઝારખડં વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કામાં ૩૮ સીટો પર ૨૦ નવેમ્બરે મતદાન થશે. આજે આ બેઠકો પર પ્રચાર બધં થઈ જશે અને ૨૩મી નવેમ્બરે પરિણામ જાહેર થશે. દરમિયાન આસામના મુખ્યમંત્રી અને ભાજપના નેતા હિમંતા બિસ્વા સરમા આજે ૩ જાહેરસભાઓને સંબોધશે. આ બેઠકો માંડુ, ટુંડી અને ચંદનકિયારીમાં યોજાશે. કેન્દ્રીય મંત્રી શિવરાજ સિંહ ચૌહાણ મહેશપુર અને બોકારોમાં રોડ શો કરશે. બારહેત અને ધનબાદમાં પણ જાહેર સભાઓ કરશે. કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાન જામતારામાં રોડ શો અને ઝરિયા અને ધનબાદ, બર્મેામાં જાહેર સભાઓ કરશે.
૨૦ નવેમ્બરે ૧૫ વિધાનસભા અને એક લોકસભા બેઠક પર પેટાચૂંટણી યોજાવાની છે. ઉત્તર પ્રદેશની ૯ વિધાનસભા બેઠકો પર મતદાન થશે. જેમાં ગાઝિયાબાદ, માઝવાન, ખેર, મીરાપુર, સિસામાઉ, ફુલપુર, કટેહારી, કરહાલ અને કુંડારકીનો સમાવેશ થાય છે. આ સિવાય પંજાબની ડેરા બાબક નાનક, છબ્બેવાલ, ગિદ્દરબાહા અને બરનાલા સીટ છે. આ સિવાય કેરળની પલક્કડ સીટ અને ઉત્તરાખંડની કેદારનાથ સીટ છે. મહારાષ્ટ્ર્રની નાંદેડ લોકસભા સીટ પર પણ મતદાન થશે. આ તમામ બેઠકો પર આજે પ્રચાર બધં થઈ જશે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application