હાલમાં એસબીઆઈ આરસેતી દ્વારા જૂટ પ્રોડક્ટ ઉદ્યમીની તાલીમ દેવ-ભૂમિદ્વારકા જીલ્લાના ખંભાળીયા તાલુકાના હંજડાપર ગામ ખાતે આપવામાં આવેલ જેથી બહેનો પગભર થાય અને તેમના પરિવારની આર્થિક સ્થિતિમાં સુધારો થાય તેવા હેતુથી ૧૩ દિવસની તાલીમ આપવામાં આવેલ.
સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા સંચાલિત ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થા જામનગર દ્વારા ખંભાળીયા તાલુકાના હંજડાપર ગામ ખાતે જૂટ પ્રોડક્ટ ઉદ્યમી અંગેની ૧૩ દિવસીય તાલીમનું આયોજન તા.૧૦-૦૫-૨૦૨૪ થી ૨૨-૦૫-૨૦૨૪ દરમ્યાન કરવામાં આવ્યું હતું. જેમનું ઇનોગ્રેશન એસ.બી.આઈ,આરસેટી(રૂરલ સેલ્ફ એમ્પ્લોયમેન્ટ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ )ના નિયામક રાજેશ ગુપ્તા દ્વારા કરવામાં આવેલ. આ ૧૩ દિવસીય તાલીમ દરમ્યાન બહેનોને જૂટ પ્રોડક્ટ ઉદ્યમીની તાલીમ સાથે વિવિધ રમતો, આત્મવિશ્વાસ વધારવો, સિદ્ધિ પ્રેરણા વગેરેની પણ સમજ આપવામાં આવેલ. એસ.બી.આઈ.આરસેટીના ડાયરેકટર રાજેશ ગુપ્તા તથા ફેકલ્ટી અમિત ગોસ્વામી દ્વારા બહેનોને અસરકારક માહિતી સંચાર, સમય સંચાલન તથા ઉદ્યોગ સાહસિક સાથેના અનુભવોની સમજુતી આપવામાં આવી હતી.
આ તાલીમને સફળ બનાવવા જીલ્લા ગ્રામ વિકાસ એજન્સી દેવ-ભૂમિદ્વારકા તથા આગખાન (એન.જી.ઓ) નો પણ સાથ સહકાર રહેલ. તાલીમ પૂર્ણ થયા પછી તાલીમાર્થીઓની પરીક્ષા લઇ તાલીમાર્થીઓને સર્ટીફીકેટ આપવામાં આવેલ. આ સંસ્થાનો મુખ્ય ઉદ્દેશ લાભાર્થીઓ વિનામૂલ્યે તાલીમ મેળવી શકે તથા આર્થિક રીતે પગભર થાય તેનો છે. આ તાલીમને સફળ બનાવવા ડાયરેક્ટર રાજેશ ગુપ્તા સાહેબના માર્ગદર્શન હેઠળ આરસેટી સ્ટાફ તથા તાલીમના ગેસ્ટ ફેકલ્ટી નયનાબેન રાણપરીયા દ્વારા તાલીમાર્થીઓને માહિતગાર કરાયા હતા.તેવું એસબીઆઈ આરસેતીની યાદીમાં જણાવેલ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationસિહોર શહેર અને પંથકમાં સુરક્ષા અને કાયદો-વ્યવસ્થા જાળવવા પોલીસ બની સખ્ત
November 20, 2024 02:48 PMચાવડીગેટ વિસ્તારમાંથી શંકાસ્પદ હાલતે મૃતદેહ મળી આવ્યો
November 20, 2024 02:47 PMતળાજા-ધારડી રોડ પર ખુટીયો આડે આવતા બાઈક સવાર વાટલીયા ગામના યુવાનનું મોત
November 20, 2024 02:46 PMઆજે એસ્ટેટ વિભાગનો આંબાચોકમાં પડાવ
November 20, 2024 02:46 PMવિશ્ર્વ શૌચાલય દિવસની ઉજવણી હેઠળ લાભાર્થીઓને શૌચાલયના મંજૂરી પત્રકો અપાયા
November 20, 2024 02:45 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech