વિશ્ર્વ શૌચાલય દિવસની ઉજવણી હેઠળ લાભાર્થીઓને શૌચાલયના મંજૂરી પત્રકો અપાયા

  • November 20, 2024 02:44 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ભાવનગર જિલ્લા કલેકટર આર. કે. મહેતાના અધ્યક્ષસ્થાને વિશ્વ શૌચાલય દિવસ નિમિતે ડીસ્ટ્રીકટ વોટર અને સેનીટેશન મિશનની સમીક્ષા બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં વિશ્વ શૌચાલય દિવસ નિમિત્તે આપણું શૌચાલય : આપણું સન્માન અભિયાન અંતર્ગત ૧૯ નવેમ્બર થી ૧૦ ડીસેમ્બર સુધી થનારા વિવિધ પ્રવૃત્તિઓના આયોજન અંગે ચર્ચા કરાઇ હતી. 
ભારત સરકારના જલ શક્તિ મંત્રાલય દ્વારા તારીખ ૧૯ મી નવેમ્બર ૨૦૨૪ ના રોજ "વિશ્વ શૌચાલય દિવસ" નિમિત્તે સ્વચ્છતા અંગે જનજાગૃતિ વધારવા માટે જાહેર કરેલી વિવિધ માર્ગદર્શિકાઓના સુચારૂ અમલીકરણ માટે સૂચનો જાહેર કરાયા છે ત્યારે તે અંતર્ગત તા. ૧૯ નવેમ્બર  વિશ્વ શૌચાલય દિવસની ઉજવણી કરવામાં આવી હતી.  આ ઉજવણી નિમિત્તે તા. ૧૦ ડીસેમ્બર સુધી જિલ્લામાં વિશેષ ઝુંબેશ સ્વરૂપે વિવિધ પ્રવૃતિઓ કરવામાં આવશે. આજરોજ તા. ૧૯ નવેમ્બર  વિશ્વ શૌચાલય દિવસ અંતર્ગત જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી અંતર્ગત સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) દ્વારા વિવિધ કાર્યક્રમો કરવામાં આવ્યા હતા.    
આ અભિયાન અંગે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક જયશ્રીબેન જરૂ એ જણાવ્યું કે, સરકારની ગાઇડલાઈન મુજબ જિલ્લામાં વિશેષ ઝુંબેશ હાથ ધરાશે. બેઠકમાં વિશ્વ શૌચાલય દિવસની ઉજવણી અંતર્ગત લાભાર્થીઓને કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારીના હસ્તે શૌચાલયના મંજૂરી પત્રકો આપવામાં આવ્યા હતા.
બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી જી. એચ. સોલંકી, પ્રાંત અધિકારી પ્રતિભા દહિયા સમિતિના સભ્યો તથા સંલગ્ન વિભાગના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application