જામનગર શહેર અને ધ્રોળમાં પોલીસે જુગાર અંગે બે સ્થળે દરોડા પાડ્યા છે, અને ૧૨ પત્તાપ્રેમીઓની અટકાયત કરી લઇ તેઓ પાસેથી રોકડ રકમ અને જુગારનું સાહિત્ય કબજે કર્યું છે.
જુગાર અંગેનો પ્રથમ દરોડો જામનગરના ગોકુલ નગર નજીક પાણાંખાણ શેરી નંબર -૪ માં પાડવામાં આવ્યો હતો. ત્યાંથી જાહેરમાં ગંજી પાના વડે જુગાર રમી રહેલા મુકેશ કરમશીભાઈ સોલંકી, મેહુલ નરેશભાઈ સવનિયા, અરવિંદ કરણભાઈ ચાવડા, રાકેશ રમેશભાઈ લીલાપરા, રાજુભાઈ કરણભાઈ ચાવડા, અને સંજય અશોકભાઈ વાઘોણાની અટકાયત કરી લઈ તેઓ પાસેથી રૂપિયા ૧૧,૫૫૦ ની રોકડ રકમ અને જુગારનું સાહિત્ય કબજે કર્યું છે.
જુગાર અંગે નો બીજો દરોડો ધ્રોળ તાલુકાના ધરમપુર ગામની સીમમાં પાડવામાં આવ્યો હતો. ત્યાંથી જાહેરમાં ગંજી પાના વડે જુગાર રમી રહેલા ભીખાભાઈ શામજીભાઈ વાઘેલા, જીતેન્દ્ર મનસુખલાલ જોતાપર, ભાવેશ પુનાભાઈ અગેસાણીયા, સંજય બાબુભાઈ તરાવિયા, દિલીપ નાનકુભાઈ સંગાડા, અને કિશોર જેસીંગભાઇ બારોટ વગેરેની અટકાયત કરી લઇ તેઓ પાસેથી રૂપિયા ૧૭,૩૧૦ ની રોકડ રકમ અને જુગારનું સાહિત્ય કબજે કર્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On ApplicationIGI Airport: દિલ્હીમાં ખરાબ હવામાનની ભારે અસર, 42 ફ્લાઇટ્સ કરાઈ ડાયવર્ટ
April 11, 2025 09:58 PMતારીખ પે તારીખ નહીં, તહવ્વુર રાણાને જલ્દી સજા મળશે, નવા કાયદા પ્રમાણે ચાલશે કેસ
April 11, 2025 09:08 PMઅમદાવાદમાં બહુમાળી ઇમારતમાં લાગી આગ, લોકો જીવ બચાવવા નીચે કૂદ્યા
April 11, 2025 09:06 PMસુરતમાં રત્નકલાકારોની હત્યાનો પ્રયાસ કરનાર પકડાયો, મેનેજરનો ભાણેજ જ નીકળ્યો આરોપી
April 11, 2025 09:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech