૧૨ સાયન્સનું ૮૨.૪૫% પરિણામ: સા.પ્ર.નું રેકોર્ડ ૯૧.૯૩%

  • May 09, 2024 11:22 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


આજે બોર્ડનું પરિણામ જાહેર થતાં વિધાર્થીઓને વાલીઓએ હાશકારો અનુભવ્યો હતો ધોરણ ૧૨ સાયન્સમાં ૮૨.૪૫ ટકા પરિણામ સાથે મોરબી જિલ્લો મોખરે રહ્યો છે યારે સૌથી ઓછું છોટા ઉદેપુરનું પરિણામ આવ્યું છે. યારે ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહમાં રેકોર્ડ બ્રેક ૯૧.૯૩% પરિણામ સાથે સૌથી વધુ બોટાદનું ૯૬.૪૦ ટકા પરિણામ નોંધાયું છે. ધોરણ ૧૨ સાયન્સ અને સામાન્ય પ્રવાહના પરિણામ સાથે આજે ગુજકેટ પરીક્ષાનું પણ પરિણામ જાહેર કરવામાં આવ્યું છે.માર્ચ મહિનામાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્રારા લેવામાં આવેલી વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ , વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉત્તર બુનિયાદી પ્રવાહ તેમજ ગુજકેટ ની પરીક્ષાના પરિણામ સાથે વિધાર્થીઓના પુષાર્થનું પણ સફળ પરિણામ આવ્યું છે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના ચેરમેન બંછાનિધિ પાનીએ સવારે ૯:૦૦ કલાકે ધોરણ ૧૨ સાયન્સ ,સામાન્ય પ્રવાહ અને ગુજકેટ નું પરિણામ જાહેર કરતા તેમને જણાવ્યું હતું કે, આ વખતે બંને પ્રવાહ સાથે ગુજકેટમાં પણ ઉત્તીર્ણ થનાર વિધાર્થીઓને સંખ્યામાં વધારો થયો છે પરીક્ષામાં સફળતા પ્રા કરનાર વધાર્થીઓને અભિનંદન પાઠવું છું. વિધાર્થીઓ બધું ઉત્સાહ પરિશ્રમ અને આત્મવિશ્વાસ સાથે આગળ બધી સફળતાના નવા શિખરો સર કરે. દસ વરસમાં પ્રથમ વખત એવું બન્યું છે કે વિજ્ઞાન પ્રવાહના પરિણામ પહેલા સામાન્ય પ્રવાહનું પરિણામ આવ્યું છે. ખાસ કરીને આ વખતે પરીક્ષાની પદ્ધતિમાં જે ફેરફાર કરવામાં આવ્યા છે અને આગામી સમયમાં ખાસ કરીને પૂરક પરીક્ષામાં એ મહત્વપૂર્ણ સુધારા થયા છે તેને આવકાર્યા હતા.

આ વર્ષે બોર્ડની પરીક્ષામાં કુલ ૧૫ લાખ વિધાર્થીઓ નોંધાયા હતા જેમાં ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહમાં ૧.૩૨ લાખ અને સામાન્ય પ્રવાહમાં ૪.૮૯ લાખ વિધાર્થીઓની મહેનતનું પરિણામ આજે આવ્યું છે. યારે આગામી સાહમાં ધોરણ ૧૦ ના ૯.૧૭ લાખ વિધાર્થીઓનું પરિણામ જાહેર થશે. સામાન્ય પ્રવાહ માટે રાયના ૫૦૨ કેન્દ્ર પર પરીક્ષા લેવામાં આવી હતી. યારે વિજ્ઞાન પ્રવાહમાં કુલ ૧૪૭ કેન્દ્ર પર પરીક્ષા લેવામાં આવી હતી.

વિજ્ઞાન પ્રવાહમાં આ વર્ષે ૧.૧૧,૧૩૨ ઉમેદવારો નિયમિત નોંધાયા હતા જેમાં કુલ ૮૨.૪૫% પરિણામ આવ્યું છે. આ વર્ષે વિધાર્થીઓનું પરિણામ ૮૨.૫૩% અને વિધાર્થીનીઓનું પરિણામ ૮૨.૩૫% નોંધાયો છે એકંદરે વિધાર્થીઓને વિધાર્થીનીઓનું પરિણામ એક સમાન રહ્યું છે. વિજ્ઞાન પ્રવાહમાં એ વન ગ્રેડ ૧૦૩૪ અને ૨ ૮,૯૮૩ વિધાર્થીઓ નોંધાયા છે યારે ગુજરાતી મીડીયમનું ૮૨.૯૨ તો અંગ્રેજી મીડીયમનું ૮૧.૯૨ ટકા પરિણામ આવેલ છે

યારે ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહમાં આ વર્ષે કુલ ૫૦૨ કેન્દ્ર પર પરીક્ષા લેવામાં આવી હતી ૩,૭૮,૨૬૮ વિધાર્થીઓ નિયમિત ઉમેદવારમાં નોંધાયા હતા જેનું ૯૧.૯૩% પરિણામ આવ્યું છે. વિધાર્થીઓનું ૮૯ ૪૫% અને વિધાર્થીનીઓએ મેદાન માયુ છે જેનું ૯૪.૩૬ ટકા પરિણામ આવ્યું છે ગત વર્ષે પણ વિધાર્થીનીઓનું ૮૦ ૩૯% પરિણામ હતું.
આ વર્ષે ગુજરાત લોકસભાની ચૂંટણીના લીધે પરીક્ષા પૂરી થઈ તરત જ પરિણામ તૈયાર કરી દેવામાં આવ્યું હતું પરંતુ યાં સુધી સરકાર માંથી મંજૂરી ન મળે ત્યાં સુધી પરિણામ જાહેર થયું ન હતું ચૂંટણી પૂરી થતા ની સાથે જ ગઈકાલે સાંજે ઇતિહાસમાં પ્રથમ વખત ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહ અને ધોરણ૧૨ સાયન્સ તેમજ ગુજકેટ ની પરીક્ષા નું એક સાથે પરિણામ જાહેર થયું છે. લાંબા સમયથી પરિણામની રાહ જોતા વિધાર્થીઓ અને વાલીઓએ હાશકારો મેળવ્યો છે

ગુજકેટનું પણ પરિણામ જાહેર
આજે ૧૨ સાયન્સ સાથે આજે ગુજકેટનું પરિણામ પણ જાહેર થયું હતું. જેમાં એ ગ્રુપમાં ૫૧૦ વિધાર્થીઓએ ૯૯ પીઆર મેળવ્યો હતો. જયારે બી ગ્રુપમાં ૯૯૦ વિધાર્થીઓએ ૯૯થી વધુ પીઆર મેળવ્યા છે. ગુજકેટની પરીક્ષામાં એ ગ્રુપમાં ૩૬૫૨૦ વિધાર્થીઓ અને ૧૨,૯૮૮ વિધાર્થિનીઓ મળી કુલ ૪૯,૫૦૮ વિધાર્થીઓએ પરીક્ષા આપી હતી. જયારે બી ગ્રુપમાં ૩૬,૭૯૬ વિધાર્થીઓ અને ૪૭,૯૧૩ વિધાર્થિનીઓ મળી કુલ ૮૪,૭૦૯ વિધાર્થીઓએ પરીક્ષા આપી હતી. જયારે એ–બી બન્ને ગ્રુપમાં ૧૮૦ વિધાર્થીઓ અને ૧૦૯ વિધાર્થિનીઓની સંખ્યા નોંધાઇ હતી.

  ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહ
– સાયન્સનું ૮૨.૪૫ ટકા
– સૌથી વધુ ૯૨.૮૦ ટકા સાથે મોરબી
– સૌથી ઓછું છોટા ઉદેપુરનું ૫૧.૩૬ ટકા
– એ–૧ ગ્રેડ મેળવેલ વિધાર્થીઓ ૧૦૩૪
– એ ગ્રુપનું પરિણામ ૯૦.૧૧ ટકા
– બી ગ્રુપનું પરિણામ ૭૮.૩૪ ટકા
– વિધાર્થીઓનું પરિણામ ૮૨.૫૩ ટકા
– વિધાર્થિનીઓનું પરિણામ ૮૨.૩૫ ટકા

ધો.૧૨ સામાન્ય પ્રવાહ
– ધો.૧૨ સા.પ્ર.નું રેકોર્ડબ્રેક ૯૧.૯૩ ટકા પરિણામ
– સૌથી વધુ બોટાદનું ૯૬.૪૦ ટકા
– સૌથી ઓછું જૂનાગઢનું ૮૪.૮૧ ટકા
– વિધાર્થીઓનું ૮૯.૪૫ ટકા
– વિધાર્થિનીઓનું ૯૪.૩૬ ટકા
– ૧૬૦૯ સ્કુલોનું ૧૦૦ ટકા પરિણામ




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application