વેજીટેરીયન કસ્ટમર્સ માટે લીલા આઉટફીટ અને બોક્સમાં ફૂડ ડીલીવર કરવાની બનાવી હતી યોજના, લોકોએ સોશિયલ મીડિયા પર કર્યો ઉગ્ર વિરોધ
ઝોમેટોએ તાજેતરમાં શાકાહારી ગ્રાહકો માટે પ્યોર વેજ ફલીટ સેવાની જાહેરાત કરી હતી. આ અંતર્ગત ઝોમેટોના ડિલિવરી પાર્ટનર્સ લીલા કપડામાં વેજીટેરીયન કસ્ટમર્સને ભોજન પહોંચાડવા જવાના હતા, પરંતુ સીઈઓ દીપેન્દ્ર ગોયલના આ નિર્ણયને લઈને સોશિયલ મીડિયા પર હોબાળો થયો હતો. પરિણામ એ આવ્યું કે ગોયલે ગણતરીના કલાકોમાં જ પોતાનો નિર્ણય બદલવો પડ્યો.
ગઈકાલે સાંજે એક ટ્વિટમાં નવી સર્વિસ વિશે માહિતી આપતા ગોયલે લોકોને જણાવ્યું કે, “ઝોમેટો ‘પ્યોર વેજ કસ્ટમર્સ’ માટે નવી સેવા લાવી રહ્યું છે. આ સાથે તેણે એક તસવીર શેર કરી, જેમાં એક ડિલિવરી પાર્ટનર અને તે પોતે ગ્રીન ડ્રેસ અને ગ્રીન બોક્સ સાથે જોવા મળી રહ્યા છે.” ઝોમેટોના સીઇઓએ તેમના નિર્ણય પાછળનો તર્ક આપ્યો કે ભારતમાં વિશ્વમાં સૌથી વધુ શાકાહારીઓ છે અને આ સેવા લોકોની પ્રતિક્રિયાના આધારે શરૂ કરવામાં આવી છે. પરંતુ થોડા જ સમયમાં મોટી સંખ્યામાં એક્સ યુઝર્સે ઝોમેટોના નિર્ણયનો વિરોધ કરવાનું શરૂ કરી દીધું. લોકોએ કહ્યું કે સેવા સારી હોવી જોઈએ, લીલો અને લાલ રંગ રાખવાથી કોઈ ફાયદો થતો નથી.
ગોયલના નિર્ણય પર ઘણા લોકો ગુસ્સે થયા હતા. કેટલાક લોકો કહે છે કે તેઓ નથી ઈચ્છતા કે તેમના આજુબાજુમાં રહેતા કોઈપણને ખબર પડે કે તેઓ વેજ ફૂડ ખાય છે કે નોન-વેજ. કેટલાક યુઝર્સે તો એમ પણ કહ્યું છે કે આવી સ્થિતિમાં તમારે એવા ગ્રાહકો માટે પણ નવી સેવા શરૂ કરવી જોઈએ જેઓ લસણ અને ડુંગળી પણ ખાતા નથી. ભારે વિરોધ બાદ ઓનલાઈન ફૂડ ડિલિવરી એપ ઝોમેટોએ પોતાનો નિર્ણય પાછો ખેંચવો પડ્યો હતો. કંપનીનું કહેવું છે કે તેને આ વાતની જાણ નહોતી. કપડાંના રંગને કારણે ડિલિવરી પાર્ટનર્સ વચ્ચે આ રીતે તફાવત થશે. આવી સ્થિતિમાં અમે આ ગેપને દૂર કરવાનો નિર્ણય લીધો છે. કંપનીએ કહ્યું કે પહેલાની જેમ તમામ ડિલિવરી એજન્ટ લાલ કપડા પહેરવાનું ચાલુ રાખશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવૃંદાવનના યોગેશ્વર આશ્રમના મહંત મોહનપુરી સ્વામીનો મહામંડલેશ્વર તરીકે પટ્ટાભિષેક
January 22, 2025 10:38 PMજામનગરમાં રાષ્ટ્રધ્વજની ખરાબ હાલત : જો આમ થાય તો ન જોઇએ હર ઘર તિરંગા
January 22, 2025 07:06 PMજામનગરના બર્ધનચોકમાં દબાણ શાખાના અધિકારીઓ સાથે રકજક, વિડિયો થયો વાયરલ
January 22, 2025 06:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech