યુટ્યુબ લાવ્યું જબરદસ્ત ફીચર, એક જ સ્ક્રીન પર એકસાથે ચાર શો જોઈ શકાશે,બસ કરો આટલું સેટિંગ

  • July 31, 2023 12:49 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

યુટ્યુબે તેના યુઝર્સ માટે એક અદ્ભુત ફીચર બહાર પાડ્યું છે. જો તમે ટીવી પર યુટ્યુબ ઍક્સેસ કરો છો. તો હવે તમે એક જ સ્ક્રીન પર મલ્ટિવ્યૂનો આનંદ માણી શકો છો. યુટ્યુબ દ્વારા હવે તમામ યુઝર્સ માટે ટીવી મલ્ટીવ્યુ ફીચર લોન્ચ કરવામાં આવ્યું છે.


યુટ્યુબે એક શાનદાર ફીચર બહાર પાડ્યું છે. યુટ્યુબે ટીવી માટે મલ્ટીવ્યુ ફીચર બહાર પાડ્યું છે. ઘણા સમયથી આ ફીચરની માંગ કરવામાં આવી રહી હતી. યુટ્યુબે આ ફીચર આ વર્ષે માર્ચમાં લોન્ચ કર્યું હતું. હવે તેને તમામ યુઝર્સ માટે રોલઆઉટ કરી દેવામાં આવ્યું છે. કંપનીનું કહેવું છે કે આ ફીચરથી લોકોને યુટ્યુબનો અલગ અનુભવ મળશે.


માર્ચ મહિનામાં યુટ્યુબ દ્વારા મલ્ટીવ્યુ ફીચર વિશે માહિતી આપવામાં આવી છે. જો કે તે સમયે આ ફીચર ટેસ્ટિંગ મોડમાં હતું અને માત્ર થોડા જ યુઝર્સને ટેસ્ટિંગ માટે ઉપલબ્ધ કરાવવામાં આવ્યા હતા. નામ સૂચવે છે તેમ યુટ્યુબ મલ્ટી વ્યૂ ફીચરમાં તમે એક જ સ્ક્રીનમાં અલગ-અલગ કન્ટેન્ટ જોઈ શકશો.


અત્યારે મલ્ટી વ્યુ ફીચરની સુવિધા માત્ર સ્પોર્ટ્સ કન્ટેન્ટ સુધી જ સીમિત છે. પરંતુ કંપનીનું કહેવું છે કે ટૂંક સમયમાં જ આ ફીચર નોન સ્પોર્ટ્સ વીડિયોમાં પણ ઉપલબ્ધ થશે. જ્યારે એક જ સમયે વિવિધ રોમાંચક મેચો પ્રસારિત કરવામાં આવી રહી હોય ત્યારે આ સુવિધા વપરાશકર્તાઓ માટે ખૂબ ફાયદાકારક સાબિત થશે. વપરાશકર્તાઓ કોઈપણ મેચ ચૂક્યા વિના એક સાથે તમામ મેચની સામગ્રી જોઈ શકશે.


સેટિંગ

યુટ્યુબ મલ્ટી વ્યૂ સુવિધાને સક્ષમ કરવા માટે તમારે હોમ ટેબ બટન પર જવું પડશે. હવે તમને અહીં તમારા માટે ટોપ પિક્સનો વિભાગ મળશે. તમારે તેના પર ક્લિક કરવું પડશે. હવે તમારી સ્ક્રીન 4 વિન્ડોમાં વિભાજિત થશે અને તમને ચારેય વિન્ડોમાં અલગ-અલગ ગેમિંગ કન્ટેન્ટ જોવા મળશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application