૧૮ વર્ષ બાદ ફરી એક યુવા ભારતીય ખેલાડીએ પોતાના નામે કર્યો આ રેકોર્ડ, આ પહેલા સૌરવ ગાંગુલી, વિનોદ કાંબલી અને ગૌતમ ગંભીરના નામે થઇ છે આ સિદ્ધી
ભારતના ઓપનિંગ બેટ્સમેન યશસ્વી જયસ્વાલે પોતાની ટેસ્ટ કરિયરની પહેલી બેવડી સદી ફટકારી છે. તેણે આજે ઇંગ્લેન્ડ સામેની બીજી ટેસ્ટના બીજા દિવસે આ સિદ્ધિ મેળવી છે. ક્રિકેટરે ૨૯૦ બોલમાં ૧૯ ચોગ્ગા અને ૭ છગ્ગાની મદદથી ૨૦૯ રનની ઇનિંગ રમી હતી. તેણે મેચના પહેલા દિવસે ૧૭૯ રન ઉમેર્યા હતા. યશસ્વીએ શોએબ બશીરની ૧૦૨મી ઓવરના પ્રથમ બોલ પર સિક્સર અને બીજા બોલ પર ચોગ્ગો ફટકારીને તેની બેવડી સદી પૂરી કરી હતી.
યશસ્વી ટેસ્ટમાં બેવડી સદી ફટકારનાર ત્રીજો સૌથી યુવા ભારતીય બેટ્સમેન બની ગયો છે. તેણે ૨૨ વર્ષની ઉંમરે આ સિદ્ધિ હાસિલ કરી છે. આ યાદીમાં ટોચના સ્થાને ભૂતપૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલી છે. જેણે પહેલા ૨૧ વર્ષની ઉમરે ૧૯૯૩માં ઈંગ્લેન્ડ સામે ૨૨૪ રનની ઈનિંગ રમી હતી. ઉપરાંત તે જ વર્ષે ઝિમ્બાબ્વે સામે ૨૨૭ રન બનાવ્યા હતા. કાંબલી પછી પૂર્વ ભારતીય કેપ્ટન સુનીલ ગાવસ્કરનો નંબર આવે છે, જેણે ૨૧ વર્ષની ઉમરે ૧૯૭૧માં વેસ્ટ ઈન્ડિઝ સામે ૨૨૦ રન બનાવ્યા હતા. યશસ્વી ટેસ્ટમાં બેવડી સદી ફટકારનાર ચોથો લેફટી બેટ્સમેન છે.
યશસ્વીએ જુલાઈ ૨૦૨૩માં ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. ટેસ્ટમાં સૌથી ઓછી ઇનિંગ્સમાં પ્રથમ બેવડી સદી ફટકારનાર ભારતીય ખેલાડીઓની યાદીમાં તે છઠ્ઠા સ્થાને પહોંચી ગયો છે. તેણે ૧૦ ઇનિંગ્સમાં આ કર્યું. કરુણ નાયર આ યાદીમાં ટોચ પર છે, જેણે માત્ર ત્રણ ઇનિંગ્સમાં બેવડી સદી ફટકારી હતી. તેના પછી વિનોદ કાંબલી (૪), સુનીલ ગાવસ્કર (૮), મયંક અગ્રવાલ (૮) અને ચેતેશ્વર પૂજારા છે. યશસ્વી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં બેવડી સદી ફટકારનાર પાંચમો ભારતીય છે.
બીજી ટેસ્ટમાં ભારતે ટોસ જીતીને બેટિંગ પસંદ કરી હતી. ભારતનો પ્રથમ દાવ ૧૧૨ ઓવરમાં ૩૯૬ રન પર સમેટાઈ ગયો હતો. કેપ્ટન રોહિત શર્મા બેટિંગ કરી શક્યો નહોતો. શુમન ગિલ (૩૪), રજિત પાટીદાર (૩૨), શ્રેયસ ઐયર (૨૭) અને અક્ષર પટેલે સ્થિર બેટિંગ કરી પરંતુ મોટી ઇનિંગ્સ રમી શક્યા નહીં. કેએસ ભરત માત્ર ૧૭ રન અને આર અશ્વિન માત્ર ૨૦ રન જ બનાવી શક્યા. યશસ્વી ૧૦૭મી ઓવરમાં જેમ્સ એન્ડરસનનો શિકાર બન્યો હતો. ઈંગ્લેન્ડ તરફથી એન્ડરસન, બશીર અને રેહાન અહેમદે ત્રણ-ત્રણ વિકેટ લીધી હતી.
બોક્સ :
ટેસ્ટમાં બેવડી સદી ફટકારનાર ભારતીય લેફટી બેટ્સમેન
૨૩૯ સૌરવ ગાંગુલી, બેંગલુરુ, ૨૦૦૭
૨૨૭ અને ૨૨૪ વિનોદ કાંબલી,૧૯૯૩
૨૦૬ ગૌતમ ગંભીર, દિલ્હી, ૨૦૦૬
૨૦૯ યશસ્વી જયસ્વાલ, વિશાખાપટ્ટનમ, ૨૦૨૪
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationધરપકડ વોરંટ બાદ નેતન્યાહુને વધુ એક મોટો ફટકો, હમાસે ગાઝામાં 15 ઈઝરાયલી સૈનિકોને માર્યા
November 22, 2024 05:50 PMઈઝરાયેલે ખાલિદ અબુ-દાકાને ઉતાર્યો મોતને ઘાટ, પેલેસ્ટાઈનના જેહાદ જૂથનો હતો કમાન્ડર
November 22, 2024 05:48 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech