જર્મનીના ન્યુરેમબર્ગમાં મળી આવી મહામારી એવા બ્લેક ડેથ અથવા બ્યુબોનિક પ્લેગથીપીડિત લોકોની કબર : તમામ હાડપિંજર 17મી સદીના હોવાનું અનુમાન
વિશ્વના ઘણા દેશોમાં પ્રાચીન સ્થળોએ ખોદકામચાલુ છે. આ દરમિયાન એક ચોંકાવનારી શોધ જર્મનીના ન્યુરેમબર્ગમાં કરવામાં આવી છે.જેમાં એક સામૂહિક કબર મળી આવી છે. અહીં નિવૃત્તિ ગૃહ બનાવવા માટે જ ખોદકામનું કામચાલી રહ્યું હતું. જે દરમિયાન મળેલી કબર વિશ્વની સૌથી મોટી સામૂહિક કબરોમાંની એકમાનવામાં આવે છે. જેમાં 1000 જેટલા હાડપિંજર મળી આવ્યા છે. એક અખબારી યાદી અનુસાર,ન્યુરેમબર્ગની મધ્યમાં એક સામૂહિક કબરમાંથી મળી આવેલા હાડપિંજર પ્લેગપીડિતોના છે. જો કે, પુરાતત્વવિદોનું માનવું છે કે કબરમાં કુલ 1,500 થી વધુ લોકોનામૃતદેહો દટાયા હોઈ શકે છે.
આ કબર કેટલી જૂની છે તે હજુ સુધી જાણી શકાયુંનથી. એવું માનવામાં આવે છે કે આ 17મી સદીના છે. કેટલાક હાડકામાં લીલો રંગ પણ મળીઆવ્યો છે. નજીકની કોપર મિલનો કચરો અહીં ઠાલવવામાં આવતો હતો તે પણ આ લીલા રંગનું એકકારણ હોય શકે છે. ન્યુરેમબર્ગ હેરિટેજ કન્ઝર્વેશન ડિપાર્ટમેન્ટના પુરાતત્વવિદ્મેલાની લેંગબીન અને મુખ્ય નૃવંશશાસ્ત્રી ફ્લોરિયન મેલ્ઝરે સાયન્સ એલર્ટને જણાવ્યુંહતું કે, "અમે ભવિષ્યમાં બાંધકામ વિસ્તારોમાં મળી આવેલાતમામ માનવ અવશેષોનું રક્ષણ અને સંગ્રહ કરીશું." હાલમાં અમે માનીએ છીએ કે સંશોધનપૂર્ણ થયા બાદ આ યુરોપમાં શોધાયેલ પ્લેગ પીડિતોનું સૌથી મોટું કબ્રસ્તાન માનવામાંઆવશે.
બ્યુબોનિક પ્લેગને બ્લેક ડેથ અને જસ્ટિનિયનપ્લેગ જેવા વિનાશક રોગચાળા માટે જવાબદાર ગણવામાં આવે છે. બ્લેક ડેથ પછીન્યુરેમબર્ગ જેવા શહેરોને ખૂબ અસર થઈ હતી. ન્યુરેમબર્ગમાં પ્લેગથી મૃત્યુ પામેલા આલોકોને ખ્રિસ્તી રિવાજ મુજબ દફનાવવામાં આવ્યા ન હતા. તેને ઉતાવળમાં દફનાવવામાંઆવ્યો. આ લોકોના મૃત્યુના સંજોગોને સમજવાની સાથે, આઅવશેષોના અભ્યાસથી ન્યુરેમબર્ગના ઈતિહાસ વિશે ઘણું બધું જાણવા મળશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવિસાવદર સિંધી સમાજ દ્વારા ચેટીચાંદ ની ઉજવણી કરવામાં આવી
April 02, 2025 01:33 PMજામનગર પધાર્યા સંત નવોદિત વંશાચાર્ય પંથ શ્રી ઉદીતમુની નામ સાહેબ
April 02, 2025 01:03 PMવકફ સુધારા બિલના સમર્થનમાં ઉતરી મુસ્લિમ મહિલાઓ, કહ્યું 'મોદીજી, તમે લડો... અમે તમારી સાથે છીએ'
April 02, 2025 01:00 PMજામનગરના હાપા યાર્ડ ખાતે ધાણાંની મબલક આવક, યાર્ડ સેક્રેટરીએ વિગતો આપી
April 02, 2025 12:59 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech