300 વર્ષમાં દુનિયાની વસ્તી 8 અરબથી ઘટીને 2 અરબ થવાનો અંદાજ : રીપોર્ટ  

  • November 25, 2023 02:21 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

૨૦૫૦ થી લઈને ૨૦૮૦ સુધીમાં દુનિયાની વસ્તી ૧૦ અરબ સુધી પહોચ્યા બાદ થશે ઘટાડો



દુનિયાના ઘણા દેશોમાં જન્મદરમાં ઘણો સુધારો થયેલો જોવા મળે છે. ભારતમાં પણ આ મામલે શાનદાર પ્રદર્શન કર્યું છે. તો હવે  વધતી વસતી વચ્ચે એક રાહતના સમાચાર છે. એક રીપોર્ટ અનુસાર, આગામી ૩૦૦ વર્ષમાં વિશ્વની વસ્તી ૮ અબજથી ઘટીને ૨ અબજ થઈ જશે. જો વર્તમાન સમયની વાત કરીએ તો ભારત અને ચીનની વસ્તી જ ૩ અબજની આસપાસ છે. જો કે, આ રિપોર્ટ અનુસાર, વર્ષ ૨૦૫૦ અને ૨૦૮૦ ની વચ્ચે વિશ્વની વસ્તી મહત્તમ ૧૦ અબજની આસપાસ પહોંચી જશે. આ પછી તેમાં ઘટાડો જોવા મળી શકે છે.


યુનિવર્સિટી ઓફ ટેક્સાસના પોપ્યુલેશન રિસર્ચ સેન્ટરમાં કામ કરતા અર્થશાસ્ત્રી ડીન સ્પીયર્સે લખેલા તેમના લેખમાં ઘણા ખુલાસા કર્યા છે. તેમણે કહ્યું છે કે આગામી ૩૦૦ વર્ષમાં વિશ્વમાં મનુષ્યનો જન્મ દર ૧.૫ની આસપાસ રહેશે. હાલમાં તે ઘણા દેશોમાં ૨ થી વધુ છે. ભારતે જન્મ દર વધવાની બાબતમાં ઘણો સુધારો કર્યો છે. ૨૦૨૦ માં તે ૨ની નજીક હતો. હવે તે ઘટીને ૧.૮ થઈ ગયો છે. જે વધુ નીચે જવાની શક્યતાઓ પણ છે. હાલમાં ભારતમાં સૌથી વધુ વસ્તી સરેરાશ ૨૮ વર્ષની છે એટલે કે યુવાનોની સંખ્યા દેશમાં વધુ છે. જો કે, ૨૦૪૮ સુધીમાં તે વધીને ૪૦ થઈ શકે છે.


વિશ્વના ઘણા દેશોમાં જન્મ દરની બાબતમાં સુધારો જોવા મળ્યો છે, પરંતુ આજે પણ ઘણા દેશો એવા છે જ્યાં સ્થિતિ સારી નથી. તે દેશોમાં કોંગો, નાઈજીરિયા અને ઈથોપિયાનો પણ સમાવેશ થાય છે, જેને ભારત પાસેથી શીખવાની જરૂર છે. ૧૯૮૧ અને ૨૦૨૦ ની વચ્ચે, ભારતના ૧૨ રાજ્યોએ જન્મ દરની દ્રષ્ટિએ ઉત્તમ કાર્ય કર્યું છે. હરિયાણામાં જન્મદરમાં ૬૦ ટકા અને આંધ્ર પ્રદેશ, પંજાબ અને પશ્ચિમ બંગાળમાં ૬૦ ટકાનો ઘટાડો નોંધવામાં આવ્યો છે. મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, કર્ણાટક, ઓડિશા, મહારાષ્ટ્ર અને તમિલનાડુ જેવા રાજ્યોમાં પણ ૫૦ ટકાનો ઘટાડો જોવા મળ્યો છે.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application